મુન્દ્રામાં લાકડાના ભુંસાના નામે આવેલા સાત ક્ધટેનરમાંથી આઠ કરોડના કાજુ પકડાયા
ગાંધીધામ DRI શાખાનું ઓચિંતુ ચેકિંગ, વિયેતનામથી મુન્દ્રા ઇમ્પોર્ટ થયા હતા
ડીઆરઆઈ, ગાંધીધામની શાખાએ મુંદ્રામાં એક મોટા દાણચોરીના પ્રયાસને નાકામ કરતા લાકડાના ભુંસાના નામે આવેલા 7 ક્ધટેનરમાંથી 8 કરોડના કાજુ પકડી પાડ્યા હતા.ઠીક દિવાળી પહેલા જ્યારે ડ્રાયફ્રુટ્સની બજાર ગરમી પકડે છે ત્યારે દાણચોરો પણ ડ્રાયફુટની સ્મગલીંગ માટે સક્રિય થઈ જતા હોય છે. આવી સ્થિતિમાં ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટીલેજન્સની ગાંધીધામ શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વીયેતનામથી મુંદ્રા ઈમ્પોર્ટ થયેલા 7 ક્ધટેનરને રોકીને તપાસ આરંભાઈ હતી.જેમાંથી લાકડાનો ભુંસો કે જે અગરબતી માટે પણ કામ આવે છે, તેની સાથે છુપાવેલા કાજુના પેકેટ્સ મળી આવ્યા હતા, જેની ગણના કરતા તે અંદાજે 100 મેટ્રીક ટન થવા જાય છે. ભારતીય બજારો અનુસાર આ કાજુની કિંમત 8 કરોડ થવા જાય છે.
ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં નવસારી, બરોડા, વાપીના એક સમુહએ એક કંપની બનાવીને આ આયાત કરી હોવાનું ખુલ્યુ હતું, જેમના સબંધીતોનીઓન રેકર્ડ ભુંસો જ ડિક્લેર કરાયો છે, જેની કિંમત 25 લાખ આસપાસ છે, ત્યારે જો કદાચ કસ્ટમ પકડીને ક્ધટેનર ખોલીને ચેક પણ કરે તો પકડાય નહી તે માટે ક્ધટેનરમાં ચોતરફ લાકડાનો ભુંસો ભરી નાખવામાં આવ્યો હતો અને તેની વચ્ચોવચ્ચ કાજુના પેકેટ્સ રખાયા હતા.
ધ્રાંગધ્રામાં તબીબની પત્ની સાથે છેડતી, ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
ગુજરાત મિરર, સુરેન્દ્રનગર તા.17 ધ્રાંગધ્રાના પ્રતિષ્ઠિત ડોક્ટરના પત્ની સાથે તેમના દવાખાના પૂર્વ કર્મચારી અને અન્ય 3 શખસ દ્વારા પગારના પૈસા બાબતને લઈને ડોક્ટરના ઘરે ગયા હતા. જ્યાં જઈને ડોક્ટરની પત્ની ઉપર હુમલો કરી છેડછાડ કર્યાની ધ્રાંગધ્રા સીટી પોલીસમાં 4 શખસ સામે ફરિયાદ નોધાઈ હતી. ધ્રાંગધ્રામા રહેતા આર્મીના પૂર્વ અધિકારી અને પ્રતિષ્ઠિત ડોક્ટર શંકર દત્તાના ઘરે દવાખાનાના પૂર્વ કર્મચારી તાહીર અને અન્ય 3 શખસ ગયા હતા. ઉપરાંત મહિલા પર હુમલો કરી છેડછાડ કરાઈ હતી. સીટી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ કે.એચ.ડોડીયા કરી રહ્યા છે. ડોક્ટરના ઘરના સીસીટીવી કેમેરાની તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.