For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માંડવીમાં ચાર દિવસથી અનેક વિસ્તારોમાં અંધારપટ

11:56 AM Aug 31, 2024 IST | Bhumika
માંડવીમાં ચાર દિવસથી અનેક વિસ્તારોમાં અંધારપટ
Advertisement

સમુદ્રી શહેર માંડવીમાં 26થી 29 ઓગસ્ટ સુધી ચાર દિવસમાં એકસામટો 36 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તાર સહિતના અનેક સ્થળોએ પાણી ભરાતા જળબંબાકાર થવાના કારણે બે દિવસમાં 300 લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ઉંડા પાણીમાંથી રેસ્ક્યુ ઓપરેશન કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. બાબાવાડી, મેઘમંગલનગર સહિતના અનેક પોષ વિસ્તાર બેટમાં ફેરવતા લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા બોટના સહારે રેસ્ક્યુ ઓપરેશન કરી બે દિવસથી ડૂબમાં રહેલાઓને આર્મી ભુજ સ્ટેશન ફોર્સના 80 જવાનોની ટીમે 300 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા, તેમની સાથે એનડીઆરએફની ટીમ અને પાલિકાના કર્મીઓ જોડાયા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફર્ડ્સ પેકેટ અને પાણી બોટલ તેમજ કોડાય જૈન મહાજન અગ્રણી અમૂલ દેઢિયાએ મોટા પ્રમાણમાં દૂધની વ્યવસ્થા કરી લોકો સુધી પહોંચાડ્યા હતા. સેવાભાવથી કામ કરતા લોકોને રાજા પરમારે થર્મોસના માધ્યમથી ચા પીવડાવી જોમ જુસ્સો વધાર્યો હતો. જળ બંબાકાર થયેલા વિસ્તારમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે, નગરપતિ હરેશ વિંઝોડા, કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર, નગર સેવકો બચાવ કામગીરીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. મામલતદાર વી.કે. ગોકલાણી, પીઆઇ ડીડી સિમ્પી, પોલીસ જવાનો ખરા સમયમાં ખાખીનો રંગ રાખ્યો હતો.

ગામડામાંથી દૂધ ન આવતા હોટલમાં પાવડરની ચા, કોફી બની અતિ ભારે વરસાદના પગલે શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી નિયમિત આવતો દૂધ ન આવતાં અછતના પગલે હોટેલોમાં પાવડરના દૂધમાંથી ચા, કોફી બનતાં મોટા પ્રમાણમાં દૂધ પાવડર વહેચાઈ જતાં વેપારીઓનો સ્ટોક નીલ જોવા મળ્યો હતો. ડેરીનો દૂધ, છાશની ગાડી મોડી આવતા લોકોમાં પડાપડી જોવા મળી હતી.

Advertisement

માંડવીમાં 28 અને તાલુકામાં 58 વીજપોલ પડી ગયા વીજપોલ પડી જતાં ત્રણ દિવસથી લાઇટ વગર લોકો દિવસ રાત વિતાવી રહ્યા છે. વીજ તંત્ર દ્વાર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને પ્રભાવિત વિસ્તારોને બાદ કરીને મોટા ભાગના વિસ્તારમાં લાઈટના અજવાળા મોડી રાત્રિ સુધીમાં ચાલુ કરી દેવાની હૈયાધારણ ડેપ્યુટી ઇજનેર સનત જોશીએ આપી છે. પ્રભાવિત વિસ્તારમાં વાહનો બંધ પાણીથી પ્રભાવિત વિસ્તારમાં પાર્ક કરાયેલી દ્વિચક્રી અને ફોર વ્હીલર વાહનમાં પાણી ભરાઈ જતાં તમામ વાહનો બંધ પડી ગયા છે. વધુમાં એકપણ ગેરેજ ચાલુ ન હોવાથી પોતાનું વાહન હોવા છતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement