ભુજ એરપોર્ટ પર એર ઈન્ડિયા મોટી બેદકારી!! એડવાન્સ બુકિંગ છતાં 15 પેસેન્જરના બોર્ડિંગ પાસ નહીં બનતા હોબાળો
એર ઈન્ડિયા ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. ભુજમાં આજે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુબઈ જવાં ઇચ્છતાં મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતા. ભુજથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ 15થી વધુ મુસાફરોને મૂકીને જતી રહી હતી, કારણ કે ફ્લાઈટમાં સીટની સંખ્યા ઓછી હતી, જેથી સીટ ન હોવાને કારણે 15થી વધુ મુસાફરો મુસાફરી કરી શક્યા નહોતા.
મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હોવા છતાં ફ્લાઇટમાં સીટ ન મળતાં ભારે રોષ જોવા મળ્યો હતો. એર ઈન્ડિયા દ્વારા વૈકલ્પિક અન્ય વ્યવસ્થા ન કરાતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભુજ એરપોર્ટ પર મુસાફરો હેરાન થતા નજરે પડ્યા હતા.
ભુજ થી મુંબઈ જતી ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો અટવાયા હતા. ફ્લાઈટમાં 180 ને બદલે 155 સીટ જ હતી. સીટ ન હોવાથી 15 થી વધુ મુસાફરો ફ્લાઈટમાં ન જઈ શકતા અટવાયા હતા. બાકી રહેલા મુસાફરોએ આ માટેનાં કારણો જાણવા એર ઇન્ડિયા કંપનીના કર્મચારીઓ સમક્ષ પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ જ યોગ્ય ઉત્તર મળ્યો ના હોવાનો એક વીડિયોમાં દાવો કરાયો છે.