કચ્છના કંડલાની એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, વેસ્ટ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતરેલા 5 શ્રમિકના મોત
વહેલી પરોઢે કેમિક્લની ટાંકી સાફ કરતી વેળા સર્જાયેલી દુર્ઘટના, એક-બીજાને બચાવવા જતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યો
કચ્છના કંડલા ખાતે વધુ એક ઉદ્યોગમાં ગંભીર દૂર્ઘટના સર્જાયેલ છે. કંડલાની ઇમામી એગ્રોટેક કંપનીમાં ગુંગળાઇ જવાથી કરૂણ મોત નિપજ્યા હતા.
કંડલા બંદર નજીક આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં આજે વહેલી સવારે કેમિકલ ટેન્કની સફાઈ દરમિયાન પાંચ લોકોના મોત નીપજ્યા હતાં. મૃતકોમાં સુપરવલાઇઝર સહિત ટેન્ક ઓપરેટર અને ત્રણ હેલ્પરનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મૃત્યુ પામનારમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકોર નામના કામદારોનું કેમિકલ ટાંકામાં ગેસ ગળતરથી મોત નીપજ્યું હતુ.
મળતી માહિતી મુજબ, બનાવી રાત્રે સાડા બારથી એક વાગ્યાની આસપાસ સર્જાયો હતો. પ્રોડક્શનમાં વપરાતા ખાદ્યતેલનો નકારો કદડો (સ્લજ) ટેન્કમાં એકઠો થયો હતો. જેને સાફ કરવા સુપરવાઇઝર ટેન્ક ઉપર ચઢીને નિરીક્ષણ કરતો હતો. તે સમયે ટેન્કમાંથી ઉત્પન્ન થયેલાં ઝેરી ગેસના કારણે તે બેભાન થઈને ટેન્કની અંદર પડી ગયો હતો. જોકે, સુપરવાઇઝરને બચાવવા માટે ટેન્ક ઓપરેટરોએ પણ અંદર ઝંપલાવ્યું હતું. બંને જણાંને ગૂંગળામણ થતાં જોઈ બાજુમાં રહેલાં ત્રણ હેલ્પરોએ પણ એક પછી એખ ટેન્કમાં કૂદકો માર્યો.
કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે લગભગ 1 વાગ્યે એક એગ્રોટેક પેઢીમાં આ ઘટના બની હતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈમાં રોકાયેલા હતા.
એસપી બાગમારે વધુમાં ઉમેર્યું કે, જ્યારે એક કર્મચારી ટેન્કમાં રહેલા કાદવને દૂર કરવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બે કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર દોડી ગયા, ત્યારે તેઓ પણ બેભાન થઈ ગયા. બે અન્ય લોકો તેનું અનુસરણ કર્યું, અને પછી તમામ પાંચ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા અને ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા પરંતુ ત્યાં હાજર અન્ય કામદારો તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પાંચેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કંડલા પોલીસ સ્ટેશનમાં આ દુર્ઘટના અંગે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
બીજી તરફ કંડલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી ફર્મ ઈમામી એગ્રોટેકમાં આ અકસ્માત થયો હતો. જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુરનું મોત થયું છે.