For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છમાંથી 2.50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત, જામનગર ડીઆરઆઈનું ઓપરેશન

04:10 PM Jan 17, 2025 IST | Bhumika
કચ્છમાંથી 2 50 કરોડનો સોપારીનો જથ્થો જપ્ત  જામનગર ડીઆરઆઈનું ઓપરેશન

પ્રોસેસ ઓઈલના નામે મુંદ્રા પોર્ટ પર ત્રણ ક્ધટેનર સોપારી લાવવામાં આવી હતી

Advertisement

દાણચોરી કરીને સોપારીના જથ્થાને ઘુસાડવાના વધુ એક ષડયંત્રને નિષ્ફ્ળ બનાવવામાં આવ્યું છે. વિદેશથી ગેરકાયદેસર સોપારી ઘુસાડનારી પેઢી સામે જામનગર ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કચ્છમાંથી લઈ જવાતો 2.50 કરોડની સોપારીનો જથ્થો જામનગર ડીઆરઆઈની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રોસેસ ઓઈલ જાહેર કરીને 35 ટન સોપારી લાવવામાં હતી. જામનગર ડીઆરઆઈની ટીમે સોપારીનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રોસેસ ઓઈલના નામે મુન્દ્રા પોર્ટ પર ત્રણ કેન્ટર ભરીને 35 ટન સોપારી લાવવામાં આવી હતી અને આ જથ્થો અહીંથી દિલ્હી લઈ જવાનો પ્લાન હતો, પરંતુ જામનગર ડીઆરઆઈની ટીમને બાતમી મળતા તપાસ કરી હતી. રૂૂપિયા અઢી કરોડની બજાર કિમતનો સોપારીનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ થઇ રહી છે. આ પહેલા પણ આવી રીતે સોપારીનો જથ્થો મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાઈ ચૂક્યો છે. થોડા દિવસો પણ પણ કરોડો રૂૂપિયાની સોપારીનો જથ્થો આવી જ રીતે જપ્ત કરાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement