રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છમાં આભ ફાટ્યું, અનરાધાર 16 ઈંચ વરસાદ

12:36 PM Aug 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે 168 તાલુકાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો: કાંડગરામાં રેસ્ક્યૂક દરમિયાન ડૂબી જવાથી એક મજૂરનું મોત

નદીઓ ગાંડીતૂર, ખેતરો પાણીમાં ગરકાવ, પાણી ફરી વળતા અનેક રોડ રસ્તા બંધ, સેંકડો લોકોનું સ્થળાંતર

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘ સવારી ચાલુ રહી છે. જેમાં ગઈકાલે કચ્છ ઉપર ઘાત હોય તેમ ગઈકાલે સવારથી બારેમેઘ ખાંગા થતાં 24 કલાકમાં અનરાધાર 16 ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે કચ્છના અન્ય તાલુકાઓમાં પણ અડધાથી 10 ઈંચ જેટલો વરસાદ વરસતા કચ્છ પાણી-પાણી થઈ ગયું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન દ્વારકામાં 7॥ ઈંચ, ભેંસાણ 2, લોધીકા 1॥, ખંભાળિયા 1, વંથલી, કેશોદ, માંગરોડ, જામ જોધપુર, કાલાવડમાં 1થી 2॥ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દરમિયાન માંડવીના કાંડગરા ખાતે ફસાયેલા મજુરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મજુરનું ડુબી જવાથી મોત નિપજ્યું છે.

રાજ્યમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા એકધારા વરસાદે ગઈકાલે કચ્છમાં બેટીંગ ચાલુ રાખી અનરાધાર એક ઈંચથી 16 ઈંચ જેટલો ભારે વરસાદ ઝીંકી દીધો હતો. કચ્છના માંડવી, મુંદરા અને અબડાસામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. માંડવીમાં છેલ્લાં 24 કલાકમાં સાડા 15 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે મુંદરામાં છેલ્લાં 24 કલાકમાં 9 ઈંચ, અબડાસામાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે. વાવાઝોડાં સાથે વરસાદની સંભાવનાના પગલે લખપત, અબડાસા, માંડવી તાલુકાના કાંઠાળ ગામોમાં કાચાં મકાનો કે ઝૂંપડામાં વસતાં લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે.

દ્વારકા જિલ્લામાં ગઈકાલે વરસાદી આફત વરસ્યા બાદ આજે પણ વધુ પાંચ ઈંચ જેટલું પાણી પડી જતા ફરી પંથક જળબંબાકાર થયો છે. ફરી નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ તાળવે બંધાયા હતા.ગઈકાલ રાતથી આજે સાંજ સુધીમાં દ્વારકામાં 6મા, ખંભાળીયામાં રા, કલ્યાણપુરમાં 3 અને ભાણવડમાં 4 ઈંચ વરસાદ હ પડ્યો છે. આજે જોડિયામાં 1, જામનગર-જામજોધપુર- ના ધ્રોલ અને કાલાવડમાં ના ઈચ વરસાદ પડયો છે. માં જ્યારે ફલ્લામાં 9 ઈંચ વરસાદ પડયો હોવાના થું અહેવાલ મળ્યા છે. પોરબંદર જીલ્લામાં રાત્રે 1 થી 2 5 ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે મોરબી જિલ્લામાં માં આજે વરસાદ ધીમો પડયો હોય તેમ સાંજે 6 સુધીમાં - મોરબીમાં 11, ટંકારામાં 1, માળીયા મીમાં 0ા, વાંકાનેરમાં 2, હળવદમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે, જયારે આજે પણ જિલ્લાના 10 ડેમો ઓવેફ્લો થઈ રહ્યા છે, જિલ્લાના મોરબી, વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડ તા. 30 ના શરુ થવાનું હતું જે વરસાદની આગાહીના પગલે તા. 2 ને સોમવારથી શરુ થશે, જયારે ટંકારા-અમરાપર રોડ ઉપર આવેલો બેઠો પુલ પસાર કરતો યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો, જે સલામત રીતે તરતા-તરતા બહાર નીકળી ગયો હતો. બે દિવસ બંધ રહેલો માળીયા - કચ્છ હાઈવેને યુદ્ધના ધોરણે રિપેરિંગ કરી આજ સવારથી શરૂૂ કરવામાં આવ્યો હતો.

તાલુકા વાઈઝ વરસાદ
માંડવી -388
મુંદરા -217
અબડાસા - 162
અંજાર - 80
ગાંધીધામ - 65
ભુજ - 62
લખપત -53
નખત્રાણા - 43
ભચાઉ - 42
રાપર - 13

Tags :
gujaratgujarat newsKutchMonsoonrain
Advertisement
Next Article
Advertisement