કચ્છના ક્રિકમાંથી વધુ એક પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
05:44 PM Jan 13, 2025 IST | Bhumika
Advertisement
કચ્છની દરિયાઈ સરહદે સીમા સુરક્ષા દળે (બીએસએફ) એક પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો. બીએસએફની 59 બટાલિયનના જવાનોએ બોર્ડર પીલર નંબર 1139 પાસેના ક્રીક વિસ્તારમાંથી આ શખ્સને પકડ્યો હતો. પકડાયેલા શખ્સની ઓળખ બાબુઅલી ઉમર (22) તરીકે થઈ છે, જે પાકિસ્તાનના કાળા ગુગડા ગામનો રહેવાસી છે. તેની પાસેથી ત્રણ કિલો કરચલા, એક ચાકુ, તરણ માટેની ટ્યુબ અને ટોર્ચ જેવી વસ્તુઓ મળી આવી છે. જો કે, કોઈ શંકાસ્પદ વસ્તુ કે હથિયાર મળ્યા નથી.
ભૂતકાળમાં માછીમારીની આડમાં દરિયાઈ સીમા પરથી ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરીના કિસ્સાઓ સામે આવ્યા છે. આ કારણે ભારતીય સુરક્ષા એજન્સીઓ સરહદ પર સતત સતર્ક રહે છે અને બીએસએફએ પણ ચોકી પહેરો વધુ સઘન બનાવ્યો છે. પકડાયેલા ઘૂસણખોરને આગળની કાર્યવાહી માટે દયાપર પોલીસ મથકને સોંપવામાં આવશે.
Advertisement
Advertisement