કચ્છમાં 3.3ની તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો
કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. રાતે લગભગ 9.37 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિમી દૂર નોંધાયું છે. ત્યારે હાલમાં ભૂકંપના આંચકા બાદ રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં રાજ્યમાં ભૂકંપના 3 વખત આંચકા આવી ચૂક્યા છે. અગાઉ 9 ઓગસ્ટના રોજ પણ કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
9 ઓગસ્ટે બપોરે 1.49 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો અને જેની તીવ્રતા 2.6 નોંધાઈ હતી અને ભચાઉથી 14 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો નોંધાયો હતો. 3 ઓગસ્ટે મોડી રાત્રે 12. 55 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તે સમયે પણ 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો અને ભચાઉથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જ્યારે 17 ઓગસ્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દહાણુ, ચારોટી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.