એશિયન કોયલના ખિતાબ સાથે દેશનું નામ રોશન કરતી અંજારની દીકરી
યશ્વી શાહ સિવિલ એન્જિનિયર હોવા છતાં પેઇન્ટિંગ કરે છે, અંગ્રેજી કવિતાઓ લખે છે, ગુજરાતી લેખ પણ લખે છે
યશ્વી શાહના પુસ્તક નોર્થ સ્ટારમાં સમજણ, સ્વીકાર અને આનંદ એમ ત્રણ વિષય સાથે 71 અંગ્રેજી કવિતા અને જાતે દોરેલા 37 ચિત્રો છે જેને મળ્યો છે એમિલી ડીક્ધિસન એવોર્ડ
23 વર્ષની આ યુવતી સિવિલ એન્જિનિયર છે.વિજ્ઞાન વિષય ભણવા છતાં એ પેઇન્ટિંગ કરે છે,અંગ્રેજી કવિતાઓ લખે છે,ક્ધટેન્ટ રાઈટિંગ કરે છે એટલું જ નહિ જૈન ધર્મમાં પણ ઊંડો રસ ધરાવે છે,જૈન ધર્મના આગમ અને વિજ્ઞાનને સાંકળીને અનેક રિસર્ચ પણ કરે છે. અંગ્રેજી માધ્યમમાં ભણવા છતાં કડકડાટ ગુજરાતી બોલે છે અને લખે પણ છે.જૈન ધર્મના સામાયિક, પ્રતિક્રમણ પણ મોઢે છે. લેખનની તેમની પ્રવૃત્તિ માટે અનેક એવોર્ડ પણ મળ્યા છે. એક વખત આવા જ એક એવોર્ડ સમારોહમાં તેને એશિયન કોયલનું સંબોધન કરવામાં આવ્યું હતું.આ સાહિત્ય અને સર્જન સાથે સંકળાયેલ મલ્ટિ ટેલેન્ટેડ દીકરી એટલે અંજારના યશ્વી શાહ.
યશ્વી શાહનો જન્મ સુરતમાં અને 12 ધોરણ સુધીનો અભ્યાસ આદિપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં કર્યો ત્યારબાદ સિવિલ એન્જિનિયરિંગ નિરમા યુનિવર્સિટી અમદાવાદથી કર્યો.આ દરમિયાન કોરોનામાં ઘરમાં રહેવાનો સમય આવ્યો ત્યારે તેનો ઉપયોગ સકારાત્મક અને મૌલિક લેખન માટે કર્યો.પ્રથમ વખત કચ્છી સામયિક કચ્છ ગુર્જરીમાં તીર્થંકર પરિચયમાં જૈનોના 24 તીર્થંકર ભગવાનનો પરિચય આપ્યો.આ સિરીઝ બે વર્ષ સુધી ચાલી. જે 2 લાખથી વધુ વાચકો સુધી પહોંચે છે. અંગ્રેજી માધ્યમ હોવા છતાં માતા,પિતા અને બહેનની મદદથી જૈન આગમ વિશે દસ વર્ષથી રિસર્ચ કરી રહ્યા છે. કોરોના સમય બાદ ફરી કોલેજ ખુલી અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ પોતાના સબ્જેક્ટથી અલગ ફાઈનાન્સની ઈક્વિટી માસ્ટર કંપનીમાં સ્ટોક માર્કેટ પર ક્ધટેન્ટ રાઈટિંગની જોબ મળી.
આ રીતે વર્ક ફ્રોમ હોમમાં ફાજલ સમય મળી રહેતો જેમાં તેની અંગ્રેજી કવિતા લખવાની અને પેઇન્ટિંગની કળા વિકસી. હાલ દુબઈ બેઝ કંપનીમાં જોબ કરતા યશ્વીએ પોતાની કવિતા થ્રેડ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. દસ મહિનામાં તેના 8000થી વધુ ફોલોઅર્સ છે. તેમણે લખેલ 12 કવિતાઓ મિસ્ટ્રીઝ ઓફ ધ મિડનાઇટ ગાર્ડનમાં પ્રકાશિત થઈ છે. ડિજિટલ આર્ટમાં ઇલ્યસ્ટ્રેશન બનાવતા યશ્વીનો સંપર્ક સોશિયલ મીડિયા દ્વારા જર્મન ઓથર ડોમિનિક રૂૂઝનબર્ગ સાથે થયો. તેમના બે પુસ્તકમાં ઇલ્યસ્ટ્રેશન કર્યા છે જે પુસ્તક જર્મની, યુકેમાં ધૂમ મચાવે છે.
યશ્વીનું લખાણ ભાવનાત્મક ઊંડાણથી સભર હોય છે. યુવાનો માટે તે પ્રેરણારૂૂપ છે. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં તેનું પ્રભુત્વ તેની પ્રતિભા દર્શાવે છે. બૂક લીફ પબ્લિકેશન હાઉસ દ્વારા યશ્વીને પુસ્તક પબ્લિશ કરવા 21 દિવસમાં 21 કવિતાઓ લખવાની ચેલેન્જ આપી જે તેણે 10 દિવસમાં પૂરી કરી ,ત્યારબાદ 50 કવિતાઓ ચોક્કસ સમય દરમિયાન લખીને મોકલવાની ચેલેન્જ આપી અને જણાવ્યું કે જો આ ચેલેન્જ પૂરી થાય તો યશ્વીનું નામ ટવેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી એમિલી ડીક્ધિસન એવોર્ડ માટે તેઓ નોમિનેટ કરશે. આ ચેલેન્જ તેણે સ્વીકારી અને મધર ઓફ પોએટ્રી એવા એમિલી ડીક્ધિસન એવોર્ડ માટે નોમિનેટ થયા એટલું જ નહીં પરંતુ તેમની અંગ્રેજી કવિતાની બુક નોર્થ સ્ટારને આ એવોર્ડ પણ મળ્યો છે.આ બૂકમાં સમજણ, સ્વીકાર અને આનંદ એમ ત્રણ વિષય સાથે 71 અંગ્રેજી કવિતા અને તેણીએ જાતે દોરેલા 37 ચિત્રો પણ છે. યશ્વીના સાહિત્ય અને કળા ક્ષેત્રે યોગદાન જોઈને એમને ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ મળ્યો છે.
ઉપરાંત સોશિયલ મીડિયામાં દર અઠવાડિયે એક કવિતા, એક ચિત્ર અને એમનો વિચાર વિસ્તાર એ યુટ્યુબ દ્વારા રજુ કરે છે.જેના માટે બેંગ્લોરના ટઊટઢક ફાઉન્ડેશન દ્વારા યશ્વીને રવિન્દ્ર રત્ન એવોર્ડ પણ મળ્યો છે.
નાની ઉંમરમાં અનેક એવોર્ડ મેળવી સફળતાના શિખરો સર કરનાર યશ્વી શાહ પોતાની સફળતાનો યશ માતા શીતલબેન શાહ અને પિતા સંજયભાઈ શાહ તેમજ બંને બહેનોને, પરિવારજનોને આપે છે. રિસર્ચ વર્ક તેમનું ગમતું કામ હોવાથી ભવિષ્યમાં પણ તેઓ એ કાર્યમાં આગળ વધે એવું તેમનું સ્વપ્ન છે. યશ્વી શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
WRITTEN BY :~ BHAVNA DOSHI