For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36.50 લાખની મરણમૂડી પડાવી

12:27 PM Jan 02, 2025 IST | Bhumika
અંજારના વૃદ્ધને દિલ્હી પોલીસની ઓળખ આપી ગઠિયાએ 36 50 લાખની મરણમૂડી પડાવી

મની લોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપતા વૃદ્ધ ડરી ગયા: ગુનો નોંધી ટોળકીને પકડવા કાર્યવાહી

Advertisement

ધનબાદમાં કોલસાની ખાણમાં હિસાબનિશ તરીકે નોકરી કરી નિવૃત થઇ અંજાર રહેવા આવેલા 75 વર્ષીય વૃધ્ધને અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન કરનારે પોતે દીલ્હી પોલીસના અધીકારી હોવાની ઓળખ આપી તા.30/11 થી તા.4/12 દરમિયાન માનસિક ટોર્ચર કરી ડ્રગ્સ અને મનિલોન્ડરિંગના કેસમાં એરેસ્ટ કરવાની ધમકી આપી રૂૂ.36.50 લાખ પડાવી લીધા હોવાની ઘટના પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાઇ છે.

અંજારના બિલેશ્વરનગરમાં રહેતા 75 વર્ષીય શાંતિલાલ શિવજી રાઠોડ (પ્રજાપતિ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર યુએસમાં રહે છે અને દીકરી મુંબઇ સાસરીયે રહે છે. તેઓ ધનબાદની કોલસાની ખાણમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવી નિવૃતિ બાદ પત્ની સરલાબેન સાથે અંજારમાં એકલા રહે છે.

Advertisement

તા.30/12 ના બપોરે બાર વાગ્યાના અરસામાં તેમને અજાણ્યા નંબર ઉપરથી વોટ્સ એપ કોલ આવ્યો હતો અને જેમાં પોલીસની વરદીમાં અશોક સ્તંભ લગાવીને બેઠેલા ઇસમનો અડધો જ ચહેરો દેખાતો હતો તેણે તેમને જણાવ્યું હતું કે, હું દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, મની લોંડરિંગ અને ડ્રગ્સમાં તમારૂૂં નામ છે અને તમારા બેંક ખાતામાંથી લેવડ દેવડ થઇ છે. તમે પુછપરછમાં સહકાર આપજો તમે બુઝુર્ગ છો એટલે અમે તમારી હેલ્પ કરશું કહી અડધો કલાક સુધી ખુબ ડરાવ્યા હતા.

થોડીવાર રહીને તે વ્યક્તિએ ફરી વીડીયો કોલ કરી તમને રિપોર્ટ મુક્યો છે આઇસીઆઇસીઆઇ બેંકનો જેમાં તેમનું નામ હતું પણ તેમણે આ બેક઼માં મારૂૂં ખાતું છે જ નહીં કહેતાં તેણે કઇ બેંકમાં છે પુછી તેમની એચડીએફસી અને એસબીઆઇ બેંકની વિગતો માગી તમારા વિરુધ્ધ મનિ લોન્ડરીંગ અને ડ્રગ્સનો ગુનો દાખલ થયો છે જણાવી અશોક સ્તંભ વાળા બે લેટર મોકલાવેલા હતા. જેમાં એક સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન નીચે શાંતિલાલ રાઠોડ અને આધાર આઇડી અને સબજેક્ટમાં સંદિપકુમાર મની લોન્ડરિંગ , ડ્રગ ટ્રાફિકિંગ તેમજ નીચે પોલીસ ઓફિસર ઇન્ચાર્જ સુનિલકુમાર ગૌતમ આઇપીએસ લખ્યું હતું.

બીજા રીપોર્ટમાં એકનોલોજમેન્ટ લેટર ફ્રોમ ફાઇનાન્સિયલ ડિપાર્ટમેન્ટ ન્યૂ દીલ્હી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન અને તેની નીચે મની લોન્ડરિંગ કેસ - શાંતિલાલ રાઠોડ અને નીચે આરબીઆઇના સિક્કો હતો જેથી આ રીપોર્ટ તેમને સાચા લાગતાં ઉપરાંત અજાણ્યા ઇસમે તમારો પુત્ર અને પુત્રી હોવાનું તેમજ પુત્રી મુંબઇ રહેતી હોવાનું જણાવી તેમને પણ આ રીપોર્ટ મુકશું કહી ડરાવી સતત ટોર્ચરિંગ કરી વારંવાર વોટ્સેએપ પર જય હિન્દ સ્ટે સેફના મેસેજો દર કલાકે કરી પોલીસ હોવાનો વિશ્વાસ ઉભો કરી પુછપરછમાં તેમના ખાતામાં ફ્લેટ વેંચ્યો તેના રૂૂપિયા પડ્યા હોવાનું જણાવતાં તેણે તમારા ખાતામાં રકમ છે તે મની લોન્ડરિંગની ન હોય તો અમને મોકલાવો જેથી સચ્ચાઇ જાણી અમે આ રકમ તમને પરત મુકી દઇએ કહી ઓનલાઇ રૂૂ.36,50,000 કઢાવી તે અજાણ્યા ઇસમે આ રકમ પરત નકરી મરણ મૂડી પડાછવી લીધી હોવાનું પુર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. તેમની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ અર્જુનસિંહ જાડેજાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિકારીની ઓળખ આપનારે ઇશાન એન્ટર- પ્રાઇઝની બંધન બેંકના ખાતામાં રકમ જમા કરાવી પોતે દીલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે તેવી ઓળખ આપી મની લોન્ડરિંગ અને ડ્રગ્સના ગુાનામાં એરેસ્ટ કરવાની ધમકી આપી ડરાવીને અંજારના નિવૃત વૃધ્ધનના ખાતામાંથી રૂૂ.36.50 લાખની મરણમૂડી કઢાવી લીધી હોવાની ઘટનામાં ફરિયાદીએ જણાવ્યું કે, અજાણ્યા ઇસમે ઇશાન એન્ટરપ્રાઇઝ ના બંધન બેંકની વેસ્ટ બંગાળના જાંગીરપુર શાખાના એકાઉન્ટમાં આરટીજીએસથી જમા કરાવડાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement