કચ્છ એક્સપ્રેસમાં દારૂનું વેચાણ!: બે મહિલાઓને લોકોએ બાથરૂમમાં પૂરી દીધી
બંન્નેને રેલવે પોલીસને સોંપી: 100 બોટલ જપ્ત: એક બોટલના 400થી 500 રૂપિયા લઇ વેચતી’તી
કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂૂની હેરાફેરી થતી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે હવે દારૂૂની બોટલો સાથે ફરતી બે મહિલાઓને મુસાફરોએ બાથરૂૂમમાં બંધ કરી દીધા બાદ સુરત આરસીએફને હવાલે કરી હતી.આ મામલે હંગામો કરતી બન્ને મહિલાઓનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગુરુવારે બાંદ્રાથી ભુજ આવતી કચ્છ એક્સપ્રેસ ટ્રેનના એસ/3 ડબ્બામાં 200 જેટલી દારૂૂની બોટલ સાથે બે મહિલાઓ ફરતી હોવાનું મુસાફરોને ધ્યાને આવ્યું હતું.વાપીથી સુરત સુધી ઝોલામાં 100-100 બોટલ દારૂૂની લઈને ફરતી બન્ને મહિલાઓને ટ્રેનમાં સવાર મુસાફરોએ બાથરૂૂમમાં બંધ કરી દીધી હતી.જે બાદ તેમને સુરત આરસીએફને હવાલે કરી દેવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળેલી વિગતિ મુજબ ટ્રેનમાં 400 થી 500 રૂૂપિયાના ભાવે દારૂૂની બોટલો વેચાઈ રહી છે.આ ઉપરાંત ટ્રેનના બાથરૂૂમમાં પણ તૂટેલી બોટલો પડી હોવાથી મુસાફરી કરતી મહિલાઓને બાથરૂૂમ જવામાં પણ ડર લાગે છે.પોલીસ દ્વારા ટ્રેનમાં ચાલતી આ ગેરકાયદે પ્રવૃત્તિને બંધ કરવામાં આવે તે જરૂૂરી બન્યું છે.