કચ્છના ‘મીઠી ખારેક’ સેક્સ સ્કેન્ડલમાં તમામ આરોપી નિર્દોષ જાહેર
નલિયાના ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત 65 સામે 30થી વધુ યુવતીઓનું શોષણ કરવાનો હતો આરોપ
રાષ્ટ્રીય કક્ષાએ ખળભળાટ મચાવનાર સેક્સ સ્કેન્ડલમાં ફરિયાદી યુવતી જ હોસ્ટાઇલ જાહેર, ભુજ કોર્ટનો ચુકાદો
કચ્છના નલિયામાં વર્ષ 2017માં દેશભરમાં ભારે ખળભળાટ મચાવનાર સામુહિ દુષ્કર્મ કેસમાં અંતે ફરીયાદી યુવતી હોસ્ટાઇલ જાહેર થતા ભુજની સેસન્સ કોર્ટે આઠ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે જયારે એક આરોપી હજુ ફરાર છે.
કચ્છમાં ભાજપની શિબિર સમયે જ ‘મીઠી ખારેક’ના નામે બહાર આવેલા આ સેકસ સ્કેન્ડલથી દેશભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો અને ભાજપના દિગ્ગજ નેતાઓ સહીત 65 લોકો સામે યુવતિઓને બ્લેકમેઇલ કરી તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો હતો. આઠ શખ્સોની ટોળકીએ સેકસ સ્કેન્ડલની વીડીયો કિલપો બનાવી કુલ 30 જેટલી યુવતીઓને ફસાવ્યાનો જે તે વખતે ખુલાસો થયો હતો. જેના પગલે દેશભરમાં ખળભળાટ મચી જતા રાષ્ટ્રીય મહીલા આયોગની ટીમે એક મહીના સુધી માંડવીાં ધામા નાખ્યા હતા અને સરકારી એજન્સીઓ પણ તપાસમાં જોડાઇ હતી.
આ ચકચારી કેસનો આજે ભુજ કોર્ટમાં ચુકાદો આવી જતા ફરીયાદી યુવતી હોસ્ટાઇલ જાહેર થઇ હતી અને આરોપી બનાવાયેલા વિનોદ ઠક્ક્કર, ચેતન વિનોદ ઉફેર બબા શેઠ, અશ્ર્વીન સેજપાલ (ઠક્કર), ભરત ચૌહાણ, શાંતિલાલ સોલંકી, વસંત ભાનુશાળી, ગોવિંદ અર્જુનદાસ પરૂમલાણી તથા અજીત રામવાણીને કોર્ટે નિર્દોષ ઠેરવ્યા હતા. આ કેસમાં વિપુલ ઠકકર નામનો એક આરોપી હજુ પણ વોન્ટેડ છે.
સમગ્ર કચ્છ અને ગુજરાત માટે અત્યંત શરમજનક એવા અબડાસાના ભાજપના નેતાઓએ નલીયામાં કરેલાં સામુહિક બળાત્કાર કાંડમાં લોકોએ ભારે હોબાળો બાદ રાજ્ય સરકારે પગલાં લેવાની ફરજ પડી હતી. તે પહેલાં કોઈ સામે પગલાં લેવાયા ન હતા. ત્યાર બાદ પશ્ચિમ કચ્છ પોલીસે 4 આરોપીને ઝડપી લીધા હતા. 25 જાન્યુઆરી 2017માં ભાજપની એક યુવતિઆ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ 14 દિવસ પછીના વિલંબ બાદ ધરપકડ કરી હતી. પોલીસે મુંબઇના મુલુન્ડથી વિનોદ ઠક્કર બબાશેઠ (ઉ.67) તેના પુત્ર ચેતન વિનોદ ઠક્કર (ઉ.37) અને અશ્વીન રવિલાલ ઠક્કર (ઉ.45) ની અમદાવાદ-વડોદરા હાઇવે ઉપરથી ધરપકડ કરી હતી. પીડિતાએ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલી સીઆરપીસી 164 મુજબ નિવેદન નોંધાવ્યું હતું. ફરિયાદમાં 10 આરોપીઓનાં નામ અપાયાં હતાં, જેમાં નલિયાના શાંતિલાલ સોલંકી, બબા ઠક્કર, ચેતન ઠક્કર, વિપુલ ઠક્કર, ભરત દરજી, અતુલ ઠક્કર, ગાંધીધામના ગોવિંદ, આદિપુરના વસંત, એક પગે લંગડો માણસ અને નખત્રાણાના અશ્વિન ઠક્કરનાં નામ હતા.
નલીયા દુષ્કર્મ કાંડમાં પીડિતા એવી મહિલાને જીવનું જોખમ લાગતાં તે ભૂગર્ભમાં જતી રહી હતી. પછી તેને એવું લાગ્યું હતું કે તેની ફરિયાદ અંગે પોલીસ અને ભાજપ સરકાર કંઈ કરી રહી નથી ત્યારે તે પત્રકારો સમક્ષ આવી હતી. ભાજપે પત્રકાર પરિષદમાં પોતાના નેતાઓનો બચાવ કર્યો હતો, તેથી પીડિતાએ બહાર આવીને પીડિતાએ પોતાનું દર્દ પ્રજા વચ્ચે જાહેર કરવાની હિંમત બતાવી હતી. તેમણે ખઊઝઘઘ કેમ્પેઈન કર્યું હતું. 9 લોકોએ તેના પર બળાત્કાર કર્યો હતો. જેમાં મોટા ભાગના ભાજપના નેતા હતા કાંતો ભાજપની સાથે જોડાયેલાં હતા. વીડિયો ક્લીપ વાઇરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ કરતું હતું તે વીડિયો ક્લીપ મેળવવામાં પોલીસ હજુ સુધી સફળ થઇ ન હતી.
પીડિતાએ પોતાને શોસ્યલ લેડીનુ ભાજપનુ આઇકાર્ડ ભાજપના અગ્રણી ગોવિંદ પારૂૂમલાણીએ આપ્યુ હોવાનું જણાવ્યું હતું. નખત્રાણાના અશ્વીન ઠક્કર ઉપરાંત નલીયાના બબા શેઠ પછી તેના પુત્ર ચેતન ઠક્કરે પોતાનું જાતીય શોષણ કર્યું હોવાના આક્ષેપ સાથે પીડિતાએ આ પોલીસ કેસ પૂર્વે ભાજપના અગ્રણી જેન્તીલાલ ઠક્કર હુમરાવાળાએ રૂૂ.50 લાખથી રૂૂ.1 કરોડ લઇ ને કેસ પૂરો કરવા કહ્યું હતું. નહીં કરે તો પોલીસને આટલા રૂૂપિયા આપીને કેસ પૂરો કરાશે એવી ધમકી આપી હતી. ઉપરાંત જે ફાર્મ હાઉસનો દુષ્કર્મ કાંડમાં ઉલ્લેખ થયો હતો. એ ફાર્મ હાઉસના માલિક અને મુંબઇ રહેતા અગ્રણી ભરત દેવરાજે પોતાને મોં બંધ રાખવા ધમકી આપી હોવાનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો.
આ સેકસ સ્કેન્ડલની તપાસ ઉપર ગાંધીનગર અને દિલ્હીથી પણ તેની તપાસ પર નજર રખાઇ રહી હતી. 60થી વધુ મોટાં માથાંઓને સંડોવતી આ ઘટના હોવાનું મનાતું હતું. તપાસ ન થતાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાએ બે મહિલા પીએસઆઇ સહિત 100 કર્મચારીઓને આ તપાસ સોંપી હતી.
મૂળ કચ્છની પણ મુંબઇમાં પરણેલી એક યુવતી નલિયામાં એક ગેસ એજન્સીમાં નોકરી કરતી હતી. ત્યાં એજન્સીના સંચાલક તથા અન્ય શખ્શો દ્વારા તેના પર બળાત્કાર ગુજારાયો અને તેની વીડિયો ક્લિપ ઉતારાઇ. આ ક્લિપના જોરે પીડિતાને બ્લેકમેઇલ કરીને અન્ય શખ્સોએ પણ તેનો ગેરલાભ ઉઠાવ્યો. આ સેક્સકાંડમાં ભાજપનાં માથાંઓ પણ સામેલ થયાં. એક વર્ષ જેટલા સમય સુધી અલગ-અલગ શખ્સોએ અલગ-અલગ જગ્યાએ આ યુવતી સાથે 40થી વધુ વખત દુષ્કર્મ કર્યું હતું. આ શખ્સોએ બીજી 35થી 40 યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવી હતી. આ યુવતીઓ પાસે ભાજપના સોશિયલ વર્કર હોવાનાં કાર્ડ પણ હતાં. ભાજપના અમુક કાર્યક્રમ વખતે આ યુવતીઓને નેતાઓ સુધી પહોંચાડાતી હોવાનું પણ બહાર આવ્યું હતું.
ખાસ તપાસ પંચ નિમાયેલ, રિપોર્ટ વિધાનસભામાં રજૂ થયો હતો
કચ્છ જિલ્લાના નલિયામાં એક યુવતી ઉપર ઓગસ્ટ 2015થી નવેમ્બર 2016 દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની હકીકતો બહાર આવ્યા બાદ આ બનાવની તલસ્પર્શી તપાસ માટે જસ્ટિસ એ.એલ દવેના અધ્યક્ષ પદે તપાસ પંચ નીમાયું હતું. નલિયા કાંડનો નિવૃત્ત જસ્ટિસ એ.એલ દવેનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે ભલામણ કરી હતી. ત્યારે તપાસના આધારે બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય અથવા વિગતો ઉપલબ્ધ ન હોવાની નોંધ કરવામાં આવી હતી. આ તપાસ અહેવાલ ઉપર સરકારનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરાયો. 179 પાનાના રિપોર્ટમાં કચ્છ જિલ્લાની યુવતી ઉપર થયેલ બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય વિગતો ઉપલબ્ધ થઇ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોય પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે અન્ય કોઈ વ્યક્તિઓની ક્ષતિ જણાય તો ફલિત થતું નથી. આ રીપોર્ટ 2018માં જ ગૃહવિભાગ પાસે આવી ગયો હતો પણ એક વર્ષ બાદ વિધાનસભામાં રજુ કરાયો હતો.