રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કચ્છના નાના રણના અગરિયાઓના હક્ક દાવા મંજૂર ન થતાં લડી લેવાના મૂડમાં

11:30 AM Aug 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

કચ્છના નાના રણમાં મીઠું પકવવા 3437 અગરિયાઓએ હક્ક દાવા રજૂ કર્યા હતા, જેમાંથી સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગે માત્ર 497 અગરિયાઓના હક્ક દાવાઓ જ માન્ય રાખ્યા છે. આથી હવે આગામી મીઠું પકવવાની સીઝનમાં 85 % અગરિયાઓ મીઠું પકવવા રણમાં ન જઈ શકવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે. ત્યારે કચ્છના નાના રણના મીઠું પકવતા અગરિયાઓ લડી લેવાના મૂડમાં છે અને એ માટે આગામી દિવસોમાં મહા સંમેલન બોલાવવાનું એલાન કરવામાં આવ્યું છે.

કચ્છના નાના રણમાં છ તાલુકાના 107 ગામોના 3437 અગરિયાઓએ સર્વે એન્ડ સેટલમેન્ટ વિભાગમા હક્ક દાવાઓ રજૂ કર્યા હતા. જેમાંથી માત્ર 85 % અગરિયાઓનો દાવો નામંજૂર કરી માત્ર 497 અગરિયાઓના જ હક્ક દાવાઓ મંજૂર કરાતા હવે બાકીના 3000 જેટલા અગરિયા પરિવારોને રણમાં મીઠું પકવવા જવા માટેની પરવાનગી નહીં મળે તો ગુજરાતમા કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન 80 % જેટલું ઘટી જશે. આથી રણમાં મીઠું પકવતા જે અગરિયાઓના નામ હક્ક દાવામાં રહી ગયા એ તમામ અગરિયાઓએ આજે ખારાઘોડા ખાતે આગામી રણનીતિ ઘડવા મેરોથોન મિટિંગ યોજી હતી.

જેમાં ખારાગોઢા ખાતે અગરિયા સોસાયટીમાં અગરિયા મહાસંઘની મેરોથોન મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહીત મોટી સંખ્યામાં અગરિયા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મીઠું પકવતા અગરિયા ભાઈઓએ હાજરી આપી હતી. જેમાં ગયા વર્ષે અગરિયાઓનું સર્વે કરી હક દાવા માટે અગરિયાનું લિસ્ટ સર્વે સેટલમેન્ટ કચેરી, સુરેન્દ્રનગરની ઓફિસે આપ્યુ હતું. જેમાંથી અગાઉ થયેલા તમામ દાવા અરજીમાંથી ફક્ત 497 અગરિયાના જ હકદાવા મંજુર કરવામાં આવ્યા છે. જેના માટે એક ચોક્કસ આયોજન સાથે સરકારમાં રજુઆત કરવામાં આવશે. જે અંગે અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામાએ જણાવ્યું કે, રણ વિસ્તારને લગતા તમામ ગામના અગરિયા મિત્રો, તમામ ગામના સરપંચો, રાજકીય આગેવાનો, તમામ વેપારી મિત્રો અને મીઠાના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોનું મહાસંમેલન કરવામાં આવશે. જેમાં સરકારમા આ બાબતે રજૂઆત સાથે આગામી રણનીતિ પણ ઘડવામાં આવશે.

Tags :
Agariyagujaratgujarat newsKutch
Advertisement
Next Article
Advertisement