રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા

11:36 AM Mar 19, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કોંગ્રેસના નગર સેવક સહિતની ટોળકીનું કારસ્તાન

Advertisement

કચ્છમાં ભૂજમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને 22 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પોલીસમાં ફરિયાદ બાદ હનીટ્રેપમાં ભુજ એ ડિવિઝન પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યાની ફરિયાદ થઈ છે. ભુજના અ ડિવિઝન પો.સ્ટે.માં 5 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં આરોપીઓમાં ભુજ પાલિકા કોંગ્રેસના નગરસેવક હમીદ સમાની સંડોવણી ખુલી છે. યુવકને હનીટ્રેપમાં ફસાવી નગરસેવકે બ્લેકમેલ કરી રૂૂપિયા પડાવ્યા હતા. યુવતી સાથે યુવકના ફોટા પાડી આરોપીએ રૂૂપિયા પડાવ્યા હતા. પોલીસે નગરસેવક સહિત અન્ય આરોપીની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ, ભુજ શહેરમાં ત્રણેક માસ પહેલા કાલિકા રીંગરોડ નજીક રહેતા મહેબૂબ નામના એક યુવકને ઈન્સ્ટાગ્રામ પર યુવતીની રિક્વેસ્ટ અને મેસેજ આવે છે. જે મેસેજમાં યુવક વાતચીત શરૂૂ કરે છે, ત્યારબાદમાં યુવતી આ યુવકને ફોન વિડીયો કોલ કરીને વાતચીત કરે છે. થોડા દિવસ બાદ મિત્રતા કેળવીને તેને મળવાનું કહે છે. મિત્રતા કેળવીને બંને સૌથી પહેલા માધાપર ખાતે મળે છે. ત્યારબાદ નાસ્તો કરીને તેઓ ભુજના હિલ ગાર્ડનમાં ફરવા જાય છે. સાંજના સમયે હિલ ગાર્ડનમાંથી નીકળતી વેળાએ અચાનક એક પુરુષ આ બંનેને પકડી લે છે. ત્યારે યુવતી કહે છે કે , આ મારા કાકા સસરા છે, અહીંયાથી એટલે આપણે ભાગી જઈએથ. એટલે ગભરાયેલો યુવક યુવતીને લઈને પરત માધાપર મુકવા માટે જાય છે. દરમિયાન તેના એક કૌટુંબીક ભાઈ સરફરાઝનો ફોન આવે છે અને કહે છે કે, નતું હિલ ગાર્ડનમાં કોઈ યુવતી સાથે રંગરેલીયા મનાવતો ઝડપાયો હોવાનું મને જાણવા મળ્યું છે અને તારા ફોટા પણ મારી પાસે આવ્યા છેથ. જેને પગલે ગભરાયેલો યુવક મહેબૂબ પૂછે છે કે. નતને મારા ફોટા કોણે મોકલ્યા અને કોણે કહ્યુંથ. એટલે તે કહે છે કે મને ભુજના આપણા ઓળખીતા નગરસેવક હમીદે ફોટા મોકલ્યા છે. તે યુવકને એમ કહીને ડરાવે છે કે, યુવતીના ઘરવાળા બહુ ખરાબ છે અને તને શોધી રહ્યા છે. જો તારી મેટર પતાવી હોય તો આપણે બંને હમીદ સમા સાથે મળી લઈએ, જેથી મામલાને થાળે પાડી શકાય, ખરેખર આવું કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો.

ભોગ બનનાર યુવક અને આરોપી તેમજ તેના મિત્રો હમીદ નગરસેવક સમા પાસે જાય છે. આ મામલો પૂર્ણ કરવાની હૈયાધારણા આપે છે. આ યુવક પોતાના મિત્રો સાથે આદિપુર જાય છે ત્યાં યુવતી આવે છે અને અચાનકમાં તેનો ઉભો કરેલો પતિ આવી જાય છે અને મામદ નામનો પતિ મહેબૂબને ધાક ધમકી કરી અને માર મારે છે. બાદમાં તે કહે છે કે મારી પત્ની મને નથી જોઈતી તમે તમારી સાથે લઈ જાવ. યુવતીને લઈ આરોપી નગર સેવક હમીદ સમા, સરફરાઝ અને તેના મિત્રો પરત ભુજ આવવા માટે નીકળે છે અને ત્યાં રસ્તામાં યુવતી કહે છે કે, તું મને તારા ઘરે લઈ જા. જેથી યુવક કહે છે, કે મારા ઘરે લઈ જવામાં તકલીફ ઉભી થઇ જશે. યુવકને ફસાયેલો અને ગભરાયેલો જોઈને યુવતી અને હમીદ તેને મકાન લઈ આપવાની વાત કરે છે.

જેના માટે 50 લાખ રૂૂપિયાની માંગણી કરવામાં આવે છે. છેવટે ભુજમાં પહોંચીને મામલો 19 લાખ રૂૂપિયામાં સેટલ કરવાનું નક્કી થાય છે. આ લોકો સમાધાન પત્ર પણ ઉભું કરી અને સહી કરીને તરકટ રચે છે. વાત આટલેથી અટકતી નથી, થોડા દિવસ બાદ ફરીથી મામદે અરજી કરી હોવાનું કહીને યુવક પાસેથી દાગીના માટે 4 લાખ રૂૂપિયા પડાવી લેવામાં આવે છે. આમ કુલ 22 લાખ રૂૂપિયા પડાવી લેવામાં આવે છે.

સમગ્ર મામલે પતિ ગયા પછી થોડા દિવસ પહેલા યુવકને તેના મિત્રએ કહ્યું કે, તારા સાથે હનીટ્રેપ થઈ ગઈ છે અને તને ફસાવવામાં આવ્યો છે. એટલે મહેબૂબ તેના મિત્રને લઈને ભુજ નએથ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાય છે. જ્યાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ભુજ પોલીસે નગરસેવક અબ્દુલ હમીદ સમા અને મહેબૂબના કૌટુંબિક ભાઈ સરફરાજની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
BhujBhuj newscrime newsgujaratgujarat news
Advertisement
Advertisement