કચ્છના કંડલા-મુન્દ્રામાંથી 47 ક્ધટેનર પાકિસ્તાની સિંધવ મીઠું જપ્ત
ગુજરાતના ચાર આયાતકારો સામે તપાસનો દૌર, 1.60 કરોડનો કાર્ગો જપ્ત
પાકિસ્તાનના કાર્ગો પર DRIનુ ઓપરેશન ડીપ મનીફેસ્ટ થકી રેવન્યુ સ્ટ્રાઇક
પહેલગામમાં થયેલા કાયરતા પુર્ણ પાકિસ્તાની આતંકવાદીઓના નિર્દોષ નાગરિકો પર હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેની તમામ પ્રત્યક્ષ કે પરોક્ષ આયાત નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. પરંતુ કાર્ગોનો મુળ દેશ ઓન પેપર બીજો દર્શાવીને કેટલાક તત્વો દ્વારા કાર્ગો આયાત કરાતો હતો.
જેને ધ્યાને રાખીને નાણા મંત્રાલય દ્વારા ઓપરેશન ડીપ મેનીફેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું, જેનો ઉદેશ્ય ત્રીજા દેશથી રુટ થઈ ભારતમાં આવતા આવા કાર્ગોને ઝડપી પાડીને આતંકી દેશના અર્થતંત્રને સંપુર્ણ પણે ઝટકો આપવાનો હતો. જેમાં ડીઆરઆઈએ 13થી વધુ કેસ ઝડપી પાડ્યા, જેનું એક મહત્વપુર્ણ ઓપરેશન કંડલા અને મુંદ્રા પોર્ટ પર પણ કરાયું, જેમાં આવા રોકસોલ્ટ (સિંધવા મીઠુ) ના 47 ક્ધટેનરને ડીઆરઆઈએ ઝડપી પાડ્યા હતા. આ કાર્ગો મુળ પાકિસ્તાન હતો પણ તે ઈરાનનો હોવાનું ઓન પેપર દર્શાવાયું હતું.
દેશનું સૌથી મોટુ સરકારી અને ખાનગી પોર્ટ બન્ને કચ્છમાં સ્થિત છે ત્યારે દેશની વ્યાપારીક દ્વાર સમા આ બન્ને પોર્ટ પર આંતરરાષ્ટ્રીય આર્થિક ગેરરિતીઓ થવાની સંભાવના સૌથી વધુ રહે છે. જેને ધ્યાને રાખીને ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સે તેમને મળેલી વિશેષ બાતમીના આધારે અલગ અલગ ત્રણ ક્ધસાઈમેન્ટના દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલામાં 10 અને મુંદ્રા પોર્ટ આવેલા 37 ક્ધટેનરને ઝડપી પાડ્યા હતા. જેની બીલ ઓફ એન્ટ્રી (બીએલઓ) તપાસતા તેમાં ઈરાનનું રોકસોલ્ટ હોવાનું દર્શાવાયું હતું. જેને દુબઈથી આ બન્ને કચ્છના પોર્ટ પર એક્સપોર્ટ કરાયા હતા. પરંતુ ખરેખર આ રોકસોલ્ટ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું હતું.
જે આધારે ડીઆરઆઈએ 1.60 કરોડના આ જથ્થાને સીઝ કરીને તેના ગુજરાત સ્થિત ચાર આયાતકારોની તપાસ શરૂૂ કરી છે. સરકારે સતાવાર રીતે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ઓપરેશન ડીપ મેનીફેસ્ટ હેઠળ ડીઆરઆઈ દેશભરમાંથી કુલ 5 કેસ દાખલ કર્યા છે, જેની તપાસમાં 12.04 કરોડની કિંમતનો કાર્ગો ઝડપાયો છે.