કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાત
11:52 AM Mar 25, 2025 IST
|
Bhumika
Advertisement
કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ગ્રીષાબેનના ભાઇ મિત નરેન્દ્ર માકાણીએ તા. 17-3ના જામનગર પોલીસમાં ગ્રીષાના પતિ ભાવિનભાઇ ખેતાણી, સાસુ બીનાબેન તથા સસરા ચંદ્રકાંતભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું કે, મારી બેનને વારંવાર હેરાન-પરેશાન કરી, મારકૂટ કરી, શારીરિક અને માનસિક ત્રાસ આપી અમારાં ઘરેથી રૂૂપિયા તથા એ.સી., મોબાઇલ ફોન, ટીવી વિગેરે લેવડાવી આપેલાં, છતાં વધુ દહેજની માગણી કરી હોઇ તેના ત્રાસથી મારી બેને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. પોલીસે આ બનાવ અંગે બી.એન.એસ. કલમ 80, 85, 115 (2), 54 તેમજ દહેજ પ્રતિબંધીત ધારાની કલમ 04 મુજબ ગુનો નોંધી ત્રણેય આરોપીની ધરપકડ કર્યાની વિગતો સામે આવી છે.
Advertisement