કચ્છના લખપતવાળી ક્રિકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયોા
કચ્છના લખપતવાળી ક્રીકમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયાના વાવડ મળ્યા છે, જેની હાલ પૂછપરછ ચાલી રહી છે. બીજી તરફ અબડાસાની સાંઘી જેટી પાસે બી.એસ.એફ.ને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસુ હાલતમાં શંકાસ્પદ ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું છે. કચ્છની લખપતવાળી ક્રીકમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોરને બી. એસ. એફ.ના જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લીધો હતો. આ ઘૂસણખોરની સઘન પૂછતાછ જારી હોવાનું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, માર્ચ માસમાં પણ ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગીને પાકિસ્તાની એક કિશોર વયનો યુવક ઘરથી ઝઘડીને છેક ખાવડા બાજુના સોલાર પાર્ક સુધી પહોંચી આવ્યો હતો.
વિવિધ એજન્સીઓની પૂછપરછના અંતે હાલમાં આ અંગે ખાવડા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. બીજી તરફ અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસનું એક પેકેટ પેટ્રાલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં મળી આવ્યું હતું.