કચ્છના અંજારમાં એસીડ એટેક સહિત સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ત્રણેય સામે કુલ 29 ગુના નોંધાયા છે, આરોપીઓની ધરપકડ
અંજારમાં અગાઉ વ્યાજખોર મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો હતો. દરમ્યાન ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સિન્ડીકેટ (સંગઠિત ગુના આચરતી ટોળકી) વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરાતા આવા તત્ત્વોમાં રીતસર ફફડાટ પ્રસર્યો છે. પૂર્વ કચ્છમાં શરૂૂઆતમાં બી-ડિવિઝન પોલીસ દ્વારા કિડાણાના શખ્સો વિરુદ્ધ ગુજસીટોકની કાર્યવાહી કરાઇ હતી. બાદમાં અંજારમાં વ્યાજ વટાવનું કામ કરનારી મહિલાઓ સહિત ત્રણ સામે અંજાર પોલીસ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરી હતી.
આવા તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની સૂચના બાદ પોલીસવડા સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસે આજે ફરીથી ગુજસીટોકની કાર્યવાહી કરી હતી. અંજારમાં જુદી જુદી જગ્યાએ રહેતા વસંત રમેશ કોળી, અઝરુદ્દીન ઉર્ફે શબ્બીર નાઉમુદ્દીન બાયડ તથા ફિરોજ રમજુ લંઘા વિરુદ્ધ હાલમાં એસિડ હુમલા સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. સંગઠિત ગુના આચરતી ટોળકી જે ધી ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરિરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 મુજબની વ્યાખ્યામાં આવતા હોય, તેવી ટોળકી સામે કડક કાર્યવાહીના આદેશ બાદ પોલીસે આ ત્રણેય શખ્સનું ભૂતકાળ ચકાસ્યું હતું, જેમાં ત્રણેય સામે અગાઉ ધાડ, લૂંટ, જીવલેણ હુમલો, એસિડ એટેક, રાયોટિંગ, એટ્રોસિટી, મારામારી, ધાક-ધમકીના ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. વસંત કોળી સામે આઠ ભારે તથા દારૂૂ સંબંધી 10 ગુના નોંધાયેલા છે.
અઝરુદ્દીન વિરુદ્ધ ચાર ગંભીર અને દારૂૂ સંબંધી 15 ગુના પોલીસના ચોપડે ચડેલા છે, જ્યારે ફિરોજ સામે ચાર ગંભીર ગુના નોંધાયેલા છે. આ ત્રણેય શખ્સ એકબીજા સાથે મેળાપણું કરી, ટોળકી બનાવી, સાગરિતો બની, સંકલનમાં રહી અને એકબીજાને દુષ્પ્રેરણા કરી સંગઠિત થઇ ગુના આચરતા હતા. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ પોલીસે ગુજસીટોકની કાર્યવાહી કરી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસની આવી કાર્યવાહીથી આવા તત્ત્વોમાં રીતસરનો સોપો પડી ગયો છે. આ કાર્યવાહીમાં અંજાર પી.આઇ. એ. આર. ગોહિલ અને તેમની ટીમ જોડાઇ હતી.