કચ્છના અબડાસાના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા, કેમિકલ હોવાની આશંકા
ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી ક્ધટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે.
તાજેતરમાં ભરૂૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું ક્ધટેનર તણાઈને આવ્યું હતું. કિનારે ક્ધટેનર દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. હવે કચ્છના દરિયા કિનારે 3 ક્ધટેનર તણાઇને આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
કોસ્ટગાર્ડ અને પોલીસે ક્ધટેનર બાબતે તપાસ શરૂૂ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના અબડાસામાં સૈયદ સુલેમાનપીર અને સુથરીના દરિયા કિનારે ત્રણ ટેન્કર તણાઈને આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. આ ક્ધટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સમગ્ર બાબતની જાણ કોસ્ટગાર્ડ અને પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ અને કોસ્ટગાર્ડે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે ક્ધટેનર તણાઈને આવ્યા હોવાની કેટલીક ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.
પોલીસ સહિતની એજન્સીઓ દ્વારા આ ક્ધટેનરની તપાસ હાથ ધરાઈ હતી. પરંતુ હવે કચ્છના દરિયા કિનારે ક્ધટેનર તણાઈને આવતા લોકોએ કોસ્ટગાર્ડ અને પોલીસને જાણ કરી હતી. આ ક્ધટેનર ક્યાંનાં છે તેની પણ તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ક્ધટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું માલુમ પડ્યું છે.