ભુજથી જામનગર જતી 3.19 લાખના દારૂ ભરેલી ગાડી શેખપીર પાસેથી પકડાઇ
જામનગરના શખ્સની શોધખોળ: 474 દારૂની બોટલ જપ્ત
સામાન્ય રીતે કચ્છમાં બહારથી દારૂૂ આવતો હોય છે પણ કચ્છથી લઈ જતા શરાબને ઝડપી લેવામાં આવ્યો છે એ પણ 3.19 લાખની કિંમતનો શરાબ છે.ભુજની મીરજાપર ચોકડીએથી દારૂૂ ભરેલી કાર લઈને નીકળેલા ચાલકને શેખપીર પાસે ઝડપી લેવાયો હતો પણ મૂળ આરોપી પકડાયો જ નથી. પેરોલ ફર્લો સ્કવોર્ડનું મૂળ કામ નાસતા ફરતા આરોપી પકડવાનું છે જેથી આ ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે,પ્રાગપર પોલીસમાં દારૂૂના કામે નાસતો ફરતો આરોપી જામનગરનો દિપક જમનાદાસ જેઠવાણી ભુજમાં છે અને સફેદ કલરની કિયા સેલટોસ ગાડી નંબર જીજે 03 એમઇ 0434 લઈને શેખપીર ત્રણ રસ્તા તરફ જાય છે.જેથી સચોટ બાતમીના આધારે આ ગાડીનો પીછો કરીને શેખપીર નજીક ગાડી રોકવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ ચાલકે ગાડી ભગાવતા શેખપીરથી કુકમા રોડ પર પીછો કરીને બે કિલોમીટરના અંતરે ગાડી ઊભી રખાવાઈ હતી. તપાસ કરતા ગાડીમાં દારૂૂનો જથ્થો ભરેલો હતો પોલીસે ગાડીના ચાલક જામનગરના સેટેલાઈટના જીતેન્દ્ર શામજીભાઈ ખાનિયાને ઝડપી લીધો હતો ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની 474 બોટલ કિંમત રૂૂપિયા 3.19 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.આ સાથે 10 લાખની ગાડી પણ કબજે કરવામાં આવી હતી.પૂછપરછ કરતા તેણે કબુલાત આપી કે,જામનગરમાં કાલાવાડ નાકા પાસે રહેતા યોગેશ ઉર્ફે ગડો લક્ષ્મણભાઈ પરમાર ગાડીમાં દારૂૂ ભરીને લઈને આવ્યો હતો.મિરજાપર ચોકડી પાસે આપી ગયો હતો અને જામનગરમાં રહેતા દીપક જમનાદાસ જેઠવાણીને આ માલ આપવાનું કહ્યું હતું.આ ગાડી લઈને ભુજથી જામનગર જતો હતો ત્યારે શેખપીર પાસે આરોપી પકડાઈ ગયો હતો.ગાડીનો ચાલક જામનગરનો જીતેન્દ્ર ઝડપાયો છે જ્યારે માલ ભરી આપનાર જામનગરનો યોગેશ અને જેણે માલ મંગાવ્યો હતો.તે દીપક હાજર મળી આવ્યો નથી.નવાઈની વાત એ છે કે, પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ આરોપી દીપકને પકડવા આવી હતી તે પકડાયો નથી પણ ગાડીમાંથી દારૂૂ પકડાયો હતો.આ દિપક પ્રાગપર પોલીસના ગુનામાં પણ સંડોવાયેલો છે. હાલ પધ્ધર પોલીસમાં ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, કચ્છમાં કોની પાસેથી દારૂૂ ખરીદ્યો, સ્થાનિકના મદદગાર કોણ છે તેમજ માલ ક્યાંથી ભર્યો હતો તે તમામ બાબતો અંગે હાલ તબક્કે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.