સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

જૂનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઇ જોટવાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી

12:12 PM Apr 19, 2024 IST | Bhumika
Advertisement

જૂનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા ભવનાથ મહાદેવ, અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા અને ત્યારબાદ પોતાના ઇન્ડિયા ગઠબંધનના સમર્થકોની ઉપસ્થિતિમાં દોમડીયા વાળી ખાતે સભા સંબોધી હતી. સભા પૂર્ણ કરી હીરાભાઈ જોટવા પોતાના હજારો સમર્થકો સાથે રેલી યોજી કલેકટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જુનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવા ગત વિધાનસભાની ચૂંટણીમાં કેશોદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમા ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. જુનાગઢ લોકસભા સીટના કોંગ્રેસના પ્રભારી વિક્રમભાઈ માડમે જણાવ્યું હતું કે લોકસભા સીટ પરથી કોંગ્રેસ અને સર્વે પક્ષના ઉમેદવાર તરીકે હીરાભાઈ ફોર્મ ભર્યું છે. હીરાભાઈ જોટવામાં સમર્થનમાં સભા સંબોધવામાં આવી હતી અને ત્યારબાદ શહેરમાં રેલી યોજવામાં આવી હતી. ભ્રષ્ટાચારી, સરમુખત્યાર શાહી સરકારને હટાવવા માટેનો આ પ્રયત્ન છે.

Advertisement

હિરાભાઈ જોટવાનો જન્મ 1 જૂન, 1968 થયો હતો.હીરાભાઈ જોટવાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી બેચલર ઈન આર્ટસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.તે એક રાજકારણી, ખેડૂત અને ઉદ્યોગપતિ છે, જે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (જી.પી.સી.સી.) ના જનરલ સેક્રેટરી અને ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છે. તેઓ શ્રી વૃંદાવન કેળવણી મંડળ (એનજીઓ) ના સ્થાપક અને પ્રમુખ પણ છે, જે દર વર્ષે આશરે 5000 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે.તેઓ અગાઉ જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા પંચાયત 2010-2015ના વિરોધપક્ષ ના નેતા હતા. તેમણે જુનાગઢ જિલ્લા સહકારી બેંક 2003-2006 ના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. હિરાભાઈ જન્મથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી) ના સભ્ય છે. અને તેમની રાજકીય કારકિર્દીના છેલ્લા ત્રણ દાયકામાં જુદી જુદી કક્ષા એ કામ કર્યું છે. 1995-2000 માં વેરાવળ યુથ કોંગ્રેસ પ્રમુખ,2000-2005 જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિ ઉપ-પ્રમુખ 2000-2005 બક્ષીપંચ વિભાગના પ્રમુખ, જુનાગઢ ડીસીસી 2005-2010 અને 2015-2018ગુજરાત પ્રાદેશ કોંગ્રેસ કમિટિના કારોબારી સભ્ય તરીકે સેવા આપી હતી.

Tags :
Congressgujaratgujarat newsJunagadhJunagadh NEWS
Advertisement
Next Article
Advertisement