For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક ખાનગી બસમાં તોડફોડ કરી ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

11:41 AM Dec 26, 2023 IST | Sejal barot
દ્વારકા નજીક ખાનગી બસમાં તોડફોડ કરી ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા પીઠાભાઈ ડાડુભાઈ કાંબરીયા નામના 47 વર્ષના યુવાન તેમની જી.જે. 03 ડબલ્યુ 9735 નંબરની ખાનગી ટ્રાવેલ્સની બસ લઈને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા નજીકના કુરંગા ગામ પાસે એક પુલ નજીક પહોંચતા એક અજાણ્યા શખ્સએ તેમની બસ અટકાવી હતી. આ પછી અન્ય એક આરોપી નગા જામ પોતાના હાથમાં ટોમી (હથિયાર) લઈને ધસી આવ્યો હતો.
આરોપી નગા જામ તથા અન્ય અજાણ્યા શખ્સ મળી બંનેએ ફરિયાદી પીઠાભાઈ તથા બસના ચાલક અને કંડકટરને ગાળો કાઢી, ટ્રાવેલ્સની બસનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. આમ, આરોપી શખ્સોએ બસમાં રૂૂપિયા 10,000 નું નુકસાન કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈપીસી કલમ 427, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદનો ખાર રાખી દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં રહેતા જુમાભાઈ ઉર્ફે ડાડો ઈશાભાઈ ઢોકી નામના 33 વર્ષના મુસ્લિમ યુવાને આ જ વિસ્તારમાં રહેતા મહમદ ઈશાભાઈ લુચાણી, ગુલામહુસેન ઈશાભાઈ, જેનુનબેન ઈશાભાઈ અને ગફુર ઈશાભાઈ લુચાણી નામના પાંચ શખ્સો સામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ અંગેનો ખાર રાખી બિભત્સ ગાળો કાઢી, મહિલાઓની હાજરીમાં અશ્ર્લીલ ગીતો ગાવા તેમજ ફરિયાદી જુમાભાઈ ઢોકી અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસે આઈ.પી.સી. કલમ 297 (ખ), 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement