For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લિજેન્ડ્સ લીગમાં યુસુફ પઠાણે 38 બોલમાં 85 રન ફટકાર્યા

01:19 PM Oct 18, 2024 IST | admin
લિજેન્ડ્સ લીગમાં યુસુફ પઠાણે 38 બોલમાં 85 રન ફટકાર્યા

છેલ્લા બોલ સુધી લડવા છતાંય ટીમને વિજયી ન બનાવી શક્યા

Advertisement

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ફાઈનલમાં યુસુફ પઠાણે તોફાની બેટિંગ કરી છે. વાસ્તવમાં ઘણા વર્ષો પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દેનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ ભલે હવે રાજકારણમાં આવી ગયા હોય અને સાંસદ બની ગયા હોય પરંતુ તેની વિસ્ફોટક બેટિંગમાં કોઈ ઘટાડો થયો નથી. પઠાણે ગઈકાલે રાત્રે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ફાઈનલમાં શાનદાર બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું અને પોતાની ટીમને હારમાંથી બહાર કાઢી પરંતુ છેલ્લા બોલ પર તેનું દિલ તૂટી ગયું.

શ્રીનગરમાં રમાયેલા કોણાર્ક સૂર્ય ઓડિશાના સ્ટાર યુસુફ પઠાણે સાઉધર્ન સુપર સ્ટાર્સ સામેની ફાઇનલમાં માત્ર 38 બોલમાં 85 રન ફટકાર્યા હતા પરંતુ તે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

Advertisement

યુસુફ જ્યારે 10 મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી ત્યારબાદ તેણે પોતાની વિસ્ફોટક સ્ટાઈલ બતાવી. 16મી ઓવરમાં યુસુફે સુબોધ ભાટીની ઓવરમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી કુલ 24 રન બનાવ્યા જેમાં સતત ચાર બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ટીમને છેલ્લી બે ઓવરમાં 35 રનની જરૂૂર હતી અને તે પછી યુસુફનું બેટ ગડગડાટ કરતું હતું. તેણે 19મી ઓવરમાં સ્પિનર પવન નેગીને ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી જેમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ રીતે ઓવરમાં કુલ 28 રન થયા હતા. આ રીતે તેણે 2 ઓવરમાં 52 રન બનાવ્યા.

સુપર ઓવરમાં માત્ર સાત રનની જરૂૂર હતી પરંતુ ચતુરંગા ડી સિલ્વાએ એવું ન થવા દીધું અને છેલ્લા બોલ પર બે રનની જરૂૂર હતી પઠાણ સ્ટ્રાઈક પર હતો પરંતુ તે માત્ર એક રન લઈ શક્યો હતો અને બીજો રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. આ રીતે મેચ ટાઈ થઈ ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement