વિરાટ-અનુષ્કાને ન્યુઝીલેન્ડના કાફેમાંથી બહાર કાઢવામાં આવ્યા
જેમિમા રોડ્રિગ્સે શેર કર્યો રસપ્રદ કિસ્સો
ભારતીય ક્રિકેટર જેમિમા રોડ્રિગ્સે તાજેતરમાં એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જેમાં ક્રિકેટ દિગ્ગજ વિરાટ કોહલી, બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ટીમની સાથી ખેલાડી સ્મૃતિ મંધાનાનો સમાવેશ થાય છે. જેમિમાએ જણાવ્યું કે કેવી રીતે આ ચારેયને એક કાફેમાંથી ‘બહાર કાઢવામાં’ આવ્યા હતા, કારણ કે તેઓએ કલાકો સુધી વાતચીત ચાલુ રાખી હતી.
આ મુલાકાત ન્યુઝીલેન્ડની એક હોટેલમાં થઈ હતી, જ્યાં ભારતની પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો રોકાઈ હતી. જેમિમા અને સ્મૃતિને કોહલી પાસેથી બેટિંગની ટિપ્સ લેવાની આશા હતી. જોકે, શરૂૂઆતમાં ક્રિકેટની વાતચીતથી શરૂૂ થયેલી આ મુલાકાત જીવન અને અન્ય વિષયો પરની ચર્ચામાં ફેરવાઈ ગઈ. જેમિમાએ હસતાં હસતાં યાદ કર્યું, વિરાટે અમને કહ્યું હતું કે તમારા બંનેમાં મહિલા ક્રિકેટ બદલવાની શક્તિ છે. પરંતુ થોડા સમય પછી, વાતચીત એટલી વધી ગઈ કે અમને લાગ્યું કે અમે ઘણા સમય પછી મળેલા મિત્રો છીએ. ચાર કલાક સુધી ચાલેલી આ લાંબી ચર્ચાનો અંત ત્યારે આવ્યો, જ્યારે કાફેના સ્ટાફે તેમને બહાર જવાનું કહ્યું.