નેપાળના કાઠમંડુમાં 'રાજાશાહી' મુદ્દે પોલીસ-દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ, અનેક વિસ્તારોમાં કર્ફ્યુ
આજે નેપાળના કાઠમંડુમાં સુરક્ષા દળો અને સમર્થકો વચ્ચે નેપાળની રાજાશાહી અને હિંદુ રાષ્ટ્રની પુનઃસ્થાપનાની માંગણીને લઈને બબાલ શરૂ થઈ ગઈ છે. કાઠમંડુમાં સુરક્ષા કર્મચારીઓ અને રાજાશાહીના સમર્થકો વચ્ચે હિંસક અથડાણ થઈ છે. અહીં લોકો પર રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ઉપરાંત પથ્થમારો અને આંગ ચાંપવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા પણ નેપાળના રાષ્ટ્રધ્વજ સાથે પૂર્વ રાજા જ્ઞાાનેન્દ્ર વીર વિક્રમ શાહની છબી સાથે વ્યાપક દેખાવો થયા હતા.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્રે ટિંકુને, સિનમંગલ અને કોટેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો છે. તંગ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેનાને રસ્તા પર ઉતારવામાં આવી છે.
https://x.com/ANI/status/1905568137590042772
સ્થાનિક મીડિયા અનુસાર, અથડામણ ત્યારે થઈ જ્યારે દેખાવકારોએ સુરક્ષા કોર્ડન તોડવાનો પ્રયાસ કર્યો અને પોલીસ પર પથ્થરમારો કર્યો. જેના જવાબમાં પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસ છોડ્યો હતો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ એક બિઝનેસ કોમ્પ્લેક્સ, એક શોપિંગ મોલ, એક રાજકીય પક્ષના મુખ્યાલય અને એક મીડિયા હાઉસ બિલ્ડિંગને આગ ચાંપી દીધી હતી, જેમાં 12થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) સહિત રાજાશાહી તરફી અન્ય ઘણા જૂથોએ પણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
હજારો વિરોધીઓએ નેપાળનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહની તસવીરો પકડી હતી અને "કમ કિંગ, સેવ ધ કન્ટ્રી", "ડાઉન વિથ ધ કરપ્ટ સરકાર" અને "અમે રાજાશાહી પાછી જોઈએ છે" જેવા નારા લગાવ્યા હતા. પરિસ્થિતિને જોતા, સેંકડો તોફાન નિયંત્રણ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ ઘણા યુવાનોની અટકાયત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે નેપાળએ 2008માં સંસદ દ્વારા રાજાશાહીને નાબૂદ કરીને તેને ધર્મનિરપેક્ષ, સંઘીય, લોકતાંત્રિક પ્રજાસત્તાક બનાવ્યું હતું. જો કે, તાજેતરમાં રાજાશાહીની પુનઃસ્થાપના માટેની માંગ તીવ્ર બની છે, ખાસ કરીને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ 19 ફેબ્રુઆરીના રોજ લોકશાહી દિવસના અવસરે જનતાને સમર્થન માટે અપીલ કર્યા પછી.
જ્યારે જ્ઞાનેન્દ્ર આ મહિનાની શરૂઆતમાં ધાર્મિક મુલાકાતેથી પરત ફર્યા ત્યારે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં રાજાશાહી સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. વિરોધીઓએ "રાજા પાછા આવો, દેશ બચાવો", "અમને રાજાશાહી જોઈએ છે" જેવા નારા લગાવ્યા હતા. કેટલાક સમર્થકોએ જ્ઞાનેન્દ્ર સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરો પણ પ્રદર્શિત કરી હતી.
રાજકીય નિષ્ણાતો માને છે કે નેપાળમાં હિંદુ રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગને લઈને એક જોરદાર આંદોલન આકાર લઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર અને આર્થિક પતનને લઈને જનતામાં વધતી જતી નિરાશા છે. 2008 થી નેપાળમાં 13 સરકારો બદલાઈ છે, પરંતુ રાજકીય અસ્થિરતા યથાવત છે.
રાજાશાહી સમર્થકો દાવો કરે છે કે 9 માર્ચે જ્ઞાનેન્દ્રને આવકારવા માટે 4 લાખથી વધુ લોકો એકઠા થયા હતા, જ્યારે સમાચાર એજન્સીઓએ અંદાજે 10,000 હાજરીનો અંદાજ લગાવ્યો હતો.