ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સન્માન સમારોહ દરમિયાન વિનેશ ફોગાટ બેભાન થઈ ગઈ

04:04 PM Aug 19, 2024 IST | admin
Advertisement

વિનેશને ગ્રામજનો દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ

Advertisement

પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ માટે દુ:સ્વપ્નથી ઓછું નથી. હવે વિનેશ પેરિસથી ઘરે પરત ફરી છે. ભારત પહોંચતા જ વિનેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટથી ગામ પહોંચવા સુધી ફેન્સે વિનેશને ભરપૂર પ્રેમ આપ્યો. ગામમાં પહોંચ્યા પછી પણ વિનેશને માન આપવામાં આવ્યું અને આ દરમિયાન તેની તબિયત બગડી અને તે બેભાન થઈ ગઈ.

વિનેશના બેહોશ થવાનો વીડિયો પણ સામે આવ્યો હતો, વિનેશને તેના ગામ બલાલી, હરિયાણામાં સન્માનિત કરવામાં આવી હતી. વિનેશને ગામમાં તેના સમર્થકો અને ખાપ પંચાયતના સભ્યો દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. આ વિધિ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સન્માન સમારોહ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેની આસપાસ ઘણા લોકો બેઠેલા જોવા મળે છે, જેમાં કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ સામેલ છે. વિનેશને બેભાન જોઈને ત્યાં હાજર લોકો ચિંતિત દેખાય છે. વિનેશનો આ વીડિયો ડ દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

Tags :
fainted duringvineshfogatworldworldnews
Advertisement
Next Article
Advertisement