વૈશ્ર્વિક મંદીના ભણકારે અમેરિકા-ભારતના શેરબજારમાં કડાકા
ટ્રમ્પના ટેરિફ યુદ્ધના ભયે વોલ સ્ટ્રીટમાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો, ટેકનોલોજીના શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો ચાલુ
ગુજરાત મિરર, નવી મુંબઇ તા 11
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીએ વિશ્ર્વભરનાં રોકાણકારોમા મંદીનો ભય ઉત્પન્ન કર્યો છે ગઇકાલે અમેરિકાનાં શેરમાર્કેટમા 2 વર્ષનો સૌથી મોટો કડાકો બોલ્યો હતો સાથે આજે સવારે ભારતીય શેરબજારનાં ઇન્ડેકસ, સેન્સેકસ અને નીફટીમા પણ ભારે કડાકા સાથે શરૂઆત થઇ હતી. છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજારમાં ગભરાટનો માહોલ હતો અને ડાઉ જોન્સથી લઈને એસએન્ડપી ઇન્ડેક્સ ખરાબ રીતે તૂટ્યા હતા. નેસડેક 4% ઘટ્યો હતો. અમેરિકી બજારમાં કડાકાની અસર મંગળવારે ખુલતાની સાથે જ એશિયન બજારોમાં જોવા મળી હતી. ખાસ વાત એ છે કે અમેરિકન શેરબજારોમાં 2 વર્ષમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકાના શેરબજારોમાં છેલ્લા ટ્રેડિંગ દિવસે, ટેસ્લા શેર્સ (ટેસ્લા શેર 15% ડાઉન) સહિત ઘણી મોટી વૈશ્વિક કંપનીઓના શેર્સ તૂટ્યા હતા. જયારે ડાઉ જોન્સની સ્થિતિ ખરાબ હતી, ટ્રેડિંગ દરમિયાન તેમાં 1100 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો, અને 2.08%ના ઘટાડા સાથે 41,911.71 પર બંધ થયો હતો. ભારતીય શેરબજારમા સેન્સેકસ આજે 400 થી વધુ પોઇન્ટનાં ઘટાડા સાથે ખુલ્યો હતો. જયારે નીફટીમા પણ અડધા ટકાનુ ગાબડુ પડયુ હતુ. જઙ-500 માં પણ ડાઉ જોન્સ જેવી જ સ્થિતિ જોવા મળી હતી અને તે 155.64 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. જ્યારે નેસડેક 4% ઘટીને 17,468.32 પર બંધ થયો, સપ્ટેમ્બર 2022 પછી આ ઇન્ડેક્સમાં આ સૌથી મોટો ઘટાડો છે.
અમેરિકન બજારોમાં આવેલી મંદીની અસર મંગળવારે એશિયન બજારો પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ લગભગ 2% ઘટ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી ઈન્ડેક્સ પણ 2%થી વધુના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સિવાય હોંગકોંગનો હેંગસેંગમાં પણ આની અસર દેખાઈ હતી.અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે દુનિયામાં હલચલ મચાવી દીધી છે અને દુનિયામાં ટ્રેડ વોર શરૂૂ કરી દીધી છે. એક તરફ અમેરિકા ઘણા દેશો પર ટેરિફ લાદી રહ્યું છે તો બીજી તરફ અન્ય દેશો પણ અમેરિકા સામે વળતો પ્રહાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં મોંઘવારીનો ખતરો દેખાઈ રહ્યો છે. આ સિવાય યુએસ ફુગાવાનો ડેટા 12 માર્ચે રિલીઝ થવા જઈ રહ્યો છે અને બીજા દિવસે પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (ઙઙઈં) જાહેર કરવામાં આવશે. એકંદરે, ટેરિફ, ફુગાવો અને વૈશ્વિક મંદીનો ભય બજાર પર વર્ચસ્વ ધરાવતો જણાય છે.
ટ્રમ્પની ભાગીદારી મસ્કને ભારે પડી, 2 મહિનામાં 9 લાખ કરોડ સ્વાહા
ટ્રમ્પની આ ટેરિફ નીતિ અન્ય દેશોમાં અમેરિકા અને ટ્રમ્પ સામે ગુસ્સો પેદા કરી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પના નજીકના મિત્ર એલોન મસ્ક સામે પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે. લોકો એલોન મસ્કની કંપની ટેસ્લા પાસેથી કાર ન ખરીદીને પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે. જર્મનીની વાત કરીએ તો, અહીં ટેસ્લાના વેચાણમાં 76 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે, ફ્રાન્સમાં ટેસ્લા કારના વેચાણમાં 45 ટકા, ઇટાલીમાં 55 ટકા, નેધરલેન્ડ્સમાં 24 ટકા, સ્વીડનમાં 42 ટકા અને સ્પેનમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ ટેસ્લા કાર વેચાઈ રહી નથી. ઓસ્ટ્રેલિયામાં 66 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચીનમાં 49 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં, ટેસ્લાના શેર લગભગ 30 ટકા ઘટ્યા હતા. જો આપણે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ટેસ્લાના શેર લગભગ 25 ટકા ઘટ્યા છે. ગઇકાલે ટેસ્લાના શેરમા 1પ ટકા જેટલો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ, આ વર્ષે એલોન મસ્કની સંપત્તિમાં 103 બિલિયન ડોલર એટલે કે આશરે 9 લાખ કરોડ રૂૂપિયાનો ઘટાડો થયો છે. એલોન મસ્કની વર્તમાન નેટવર્થ વિશે વાત કરીએ તો, તે લગભગ 330 બિલિયન છે.