For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રશિયાના કઝાન પર યુક્રેનનો 9/11 જેવો હુમલો, 6 ઈમારતોને ડ્રોન વડે ઉડાડી દીધી, જુઓ વિડીયો

02:37 PM Dec 21, 2024 IST | Bhumika
રશિયાના કઝાન પર યુક્રેનનો 9 11 જેવો હુમલો  6 ઈમારતોને ડ્રોન વડે ઉડાડી દીધી  જુઓ વિડીયો

Advertisement

રશિયાના કઝાન શહેરમાં એક ભયાનક હુમલો થયો છે જેણે દુનિયાને અમેરિકાના ઈતિહાસના સૌથી ભયાનક 9/11 હુમલાની યાદ અપાવી દીધી છે. રશિયાના કઝાન શહેરમાં સીરીયલ ડ્રોન (યુએવી) હુમલા કરવામાં આવ્યા છે. આ હુમલા કઝાન શહેરની છ બહુમાળી ઈમારતોમાં થયા હતા. અહેવાલો મુજબ ડ્રોન દ્વારા આઠ હુમલા કરવામાં આવ્ય હતાં. હુમલાને કારણે મોટું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આ હુમલા પછી મોસ્કોથી 800 કિલોમીટર દુર આવેલા કઝાનમાં એરપોર્ટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યું છે.

કઝાનમાં બહુમાળી ઇમારતો પર યુએવી હુમલાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જુદી જુદી દિશામાંથી આવતા કિલર ડ્રોન (યુએવી) હવામાં ઈમારતો સાથે અથડાઈ રહ્યા છે. ડ્રોન ઈમારત સાથે અથડાયા બાદ મોટો વિસ્ફોટ પણ જોવા મળી રહ્યો છે. રશિયાએ આ હુમલા માટે યુક્રેન પર સીધો આરોપ લગાવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે આ ડ્રોન હુમલો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

https://x.com/RT_com/status/1870352995877097673

રશિયાના સંરક્ષણ મંત્રાલયે પણ આ હુમલાનો જવાબ આપ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે રશિયાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ કઝાન શહેર ઉપર યુક્રેનના એક ડ્રોનને નષ્ટ કરી દીધું છે. તે જ સમયે, રશિયન મીડિયા એજન્સી સ્પુટનિકને કઝાનના મેયર કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડ્રોન હુમલાના કારણે, સોવેત્સ્કી, કિરોવસ્કી અને પ્રીવોલ્ઝસ્કી ત્રણ જિલ્લાઓમાં ઘરોમાં આગ લાગી છે. ડ્રોન હુમલાને કારણે જે ઈમારતોમાં આગ લાગી છે ત્યાં ઓપરેશનલ સેવાઓ ચાલુ છે. જરૂૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને રહેવા માટે ખોરાક અને આશ્રય આપવામાં આવી રહ્યો છે.

કઝાનમાં ચાલુ વર્ષે બ્રિકસ સંમેલન યોજાયું હતું
કઝાન શહેર પર થયેલા આ હુમલાની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે કારણ કે આ જ વર્ષે 2024માં રશિયાના આ શહેરમાં બ્રિક્સ સંમેલન યોજાયું હતું. આ વખતે, કઝાનમાં આયોજિત 16મી બ્રિક્સ સંમેલનમાં પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત, ઈરાન, ઈજિપ્ત અને ઈથોપિયાને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો હતો
યુક્રેનની રાજધાની પર રશિયન મિસાઈલ હુમલા બાદ ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે અને સાત ઘાયલ થયા હતાં. શુક્રવારની સવારે થયેલા હુમલામાં કિવની આજુબાજુની ઇમારતોને પણ નુકસાન થયું હતું અને કેટલાકમાં આગ લાગી હતી, રશિયાએ કિવ પર આઠ મિસાઇલો છોડી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement