For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પની તાંબા પર 50%, દવાઓ પર 200 ટકા ડ્યૂટી ભારતને અસર કરશે

11:11 AM Jul 09, 2025 IST | Bhumika
ટ્રમ્પની તાંબા પર 50   દવાઓ પર 200 ટકા ડ્યૂટી ભારતને અસર કરશે

27% તાંબાના ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ, ફાર્મા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 40%

Advertisement

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર સમાન ડ્યુટી લાગુ કર્યા પછી, તાંબા પર નવા 50% ટેરિફની જાહેરાત કરી છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આયાત કરાયેલ ફાર્માસ્યુટિકલ્સ પર ડ્યુટી એક વર્ષ પછી 200 ટકા સુધી વધી શકે છે. યુએસ રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ વિશ્વભરના ડઝનબંધ અર્થતંત્રો પર ઉચ્ચ યુએસ ટેરિફ લાગુ કરવા માટે 1 ઓગસ્ટની સમયમર્યાદા લંબાવશે નહીં.

આ પગલું નવી દિલ્હી માટે મહત્વપૂર્ણ છે, કારણ કે અમેરિકા ફાર્માસ્યુટિકલ્સ માટે ભારતનું સૌથી મોટું વિદેશી બજાર છે અને તાંબા અને તાંબાના ઉત્પાદનોનો મુખ્ય નિકાસકાર છે.

Advertisement

ભારતે 2024-25માં વૈશ્વિક સ્તરે 2 બિલિયન મૂલ્યના તાંબા અને તાંબાના ઉત્પાદનોની નિકાસ કરી હતી.
આમાંથી, યુએસ બજારોમાં નિકાસ 360 મિલિયન અથવા 17 ટકા હતી. વેપાર ડેટા અનુસાર, સાઉદી અરેબિયા (26 ટકા) અને ચીન (18 ટકા) પછી અમેરિકા ભારતનું તાંબાની નિકાસ માટે ત્રીજું સૌથી મોટું બજાર છે.
જ્યાં તે ભારતને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે તે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર છે. યુએસ ભારતનું સૌથી મોટું વિદેશી ફાર્મા બજાર છે, જેની નિકાસ ઋઢ25 માં 9.8 બિલિયન સુધી વધી છે, જે પાછલા વર્ષના 8.1 બિલિયનથી 21 ટકા વધુ છે. આ ભારતની કુલ ફાર્મા નિકાસના કુલ 40 ટકા હિસ્સો ધરાવે છે.

આ ક્ષેત્ર પર 200 ટકા વેરો માંગ પર ગંભીર અસર કરી શકે છે, ખાસ કરીને કારણ કે ભારતનો જેનેરિક્સ ઉદ્યોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં સસ્તી દવાઓના સપ્લાયમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

ભારત યુએસ સાથે એક મિનિ-ટ્રેડ ડીલ પૂર્ણ કરવાની પ્રક્રિયામાં છે, અને તમામ ક્ષેત્રીય ટેરિફ તેના હેઠળ આવરી લેવામાં આવે તેવી શક્યતા છે. જો 1 ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં સોદો અંતિમ સ્વરૂૂપ આપવામાં આવે છે, તો નવા ટેરિફ ભારતીય બજારોને અસર કરશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement