ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટ્રમ્પને હાથ પર ઈજા અને પગમાં સોજો દેખાયો, ગંભીર બીમારી હોવાની અફવાનું બજાર ગરમ

06:23 PM Jul 18, 2025 IST | Bhumika
Advertisement

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વર્તમાન તસવીરોએ તેમના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતા વધારી છે. સોશિયલ મીડિયા પર અટકળો વચ્ચે વ્હાઈટ હાઉસે ગુરૂૂવારે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રોનિક વેનિસ ઈનસફિસિયન્સી નામની બીમારી છે. આ જાહેરાત ત્યારે આવી જ્યારે ટ્રમ્પના પગમાં સોજા અને તેમના હાથ પર ‘ઘા’ના નિશાનની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી.

Advertisement

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, 79 વર્ષીય ટ્રમ્પને હાલમાં જ પગમાં સોજાની સમસ્યા થઈ હતી. ત્યારબાદ વ્હાઈટ હાઉસ મેડિકલ યુનિટે નિદાન કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, મીડિયામાં ઘણા લોકો રાષ્ટ્ર પ્રમુખના હાથ પર પણ ઈજા અને પગમાં સોજા વિશે અટકળો લગાવી રહ્યા છે. પારદર્શિતા જાળવી રાખવા માટે રાષ્ટ્રપ્રમુખ ઈચ્છતા હતા કે, તે પોતાના ડોક્ટરના રિપોર્ટ પણ રજૂ કરે, જેથી તમામ રિઝલ્ટ્સ સામાન્ય સમય મર્યાદા અંદર આવી જાય.વ્હાઈટ હાઉસે પ્રમુખ ટ્રમ્પના ડોક્ટર સીન બારબાબેલાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર, ટ્રમ્પનુ ફૂલ બોડી ચેકઅપ કરવામાં આવ્યું.

જેમાં વાસ્ક્યુલર સ્ટડીઝ અને બંને પગના વેનિસ ડોપલર અલ્ટ્રાસાઉન્ડ સામેલ હતા. 70 વર્ષથી વધુ વયના લોકોમાં આ એક સામાન્ય અને બિન જોખમી બીમારી છે. ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર, આ સ્થિતિ ત્યારે સર્જાય છે, જ્યારે પગની નસથી લોહી હાર્ટ સુધી પહોંચવામાં અસમર્થ બને છે. જેના લીધે પગમાં લોહી જામી જાય છે. જેનાથી સોજો, દુ:ખાવો અને ત્વચાનો રંગ બદલાઈ જાય છે.લેવિટે જણાવ્યું હતું કે, ટ્રમ્પની તપાસમાં ગંભીર બીમારીઓ જેમ કે ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી) તથા ધમની રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
અન્ય મેડિકલ તપાસમાં સીબીસી, સીએમપી અને કોએગુલેશન પ્રોફાઈલના પરિણામ સામાન્ય જોવા મળ્યા છે. ઈકોકાર્ડિયોગ્રામથી ખાતરી કરવામાં આવી છે કે, ટ્રમ્પનું હાર્ટ સામાન્ય રૂૂપે કામ કરી રહ્યું છે. તેમજ તેના સંબંધિત કોઈ બીમારીના સંકેત નથી.

Tags :
AmericaAmerica newsworldWorld News
Advertisement
Next Article
Advertisement