અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતીઓને ટ્રમ્પે તગેડી મુક્યા, આ શહેરના સૌથી વધુ લોકો, જુઓ આખી યાદી
અમેરિકામાં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને પોતાના વતન પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતી સહિત 205 ભારતીયોને લઇને એક વિમાન ભારત આવવા રવાના થયું છે. આ વિમાનમાં 33 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકોની એક યાદી સામે આવી છે જેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
આ 33 ગુજરાતીઓને અમેરિકાએ વતન પરત મોકલ્યા
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
3- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઇ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઇ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઇ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13- પટેલ નીકિતાબેન કનુભાઇ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઇ રમેશભાઇ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
અમેરિકાથી દેશનિકાલ થયા બાદ ભારતના 6 રાજ્યોના લોકો બપોરે શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પહોંચશે. 205 મુસાફરો ધરાવતું યુએસ લશ્કરી વિમાન C-17 અમેરિકાના શહેર સાન એન્ટોનિયોથી ફ્લાઇટ નંબર RCM 175 સાથે અહીં આવી રહ્યું છે. પહેલા ફ્લાઇટ સવારે 8 વાગ્યે આવવાની હતી, પરંતુ હવે તે બપોરે 1 વાગ્યે આવશે અને સાંજે 4.30 વાગ્યે રવાના થશે. એરપોર્ટ પરની સુરક્ષા એજન્સીઓ આ અંગે સંપૂર્ણપણે સતર્ક છે.