100 કરોડની કિંમતના 1200 સ્માર્ટફોન ડિવાઈસ ભરેલા ટ્રકની લંડનમાં ઉઠાંતરી
હીથ્રો એરપોર્ટથી વેરહાઉસ જઈ રહેલો ટ્રક ગાયબ
તમે મોબાઈલ ફોન લૂંટના સમાચાર સાંભળ્યા જ હશે. પરંતુ, લંડનથી એક ચોંકાવનારી લૂંટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેમસંગના નવીનતમ ફોલ્ડ સ્માર્ટફોન ભરેલો ટ્રક લૂંટાઈ ગયો હોવાનું જાણવા મળે છે. યોનહાપ ન્યૂઝ ટીવીના અહેવાલ મુજબ, સેમસંગના સ્માર્ટફોન ભરેલો એક ટ્રક લંડનના હીથ્રો એરપોર્ટ નજીક ગાયબ થઈ ગયો, જેમાં સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ-7 અને ગેલેક્સી ઝેડ ફોલ્ડ-7 અને અન્ય સ્માર્ટફોનના લગભગ 12 હજાર યુનિટ હતા.
યોનહાપ ન્યૂઝે તેના અહેવાલમાં જણાવ્યું છે કે સેમસંગ સ્માર્ટફોન ભરેલો ટ્રક એરપોર્ટથી વેરહાઉસ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ચોરી થઈ હતી. આ ટ્રકમાં ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 ના 5,000 યુનિટ, ગેલેક્સી ઝેડ ફ્લિપ 7 ના 5,000 યુનિટ અને ગેલેક્સી વોચ 8 ના 5,000 યુનિટ હતા. આ સાથે, સેમસંગના ગેલેક્સી S25 îશ્રેણી અને સેમસંગ ગેલેક્સી A16 સ્માર્ટફોન પણ ટ્રકમાં શામેલ હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મી સ્ટાઇલ ચોરીમાં 100 કરોડ રૂૂપિયાના સેમસંગ ડિવાઇસ લૂંટાઈ ગયા છે.
આટલી મોટી સંખ્યામાં મોબાઇલ ફોન ચોરાઈ જવાનો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 2020 ની શરૂૂઆતમાં, ભારતમાં સેમસંગ ગેલેક્સી સ્માર્ટફોનના ભાગો ચોરાઈ ગયા હતા. ત્યારબાદ નોઇડાની એક ફેક્ટરીમાંથી લગભગ 3.30 લાખ ડોલરના ભાગો ચોરાઈ ગયા હતા. નોઇડા પોલીસે આ કેસમાં છ લોકોની ધરપકડ કરી હતી.
ચોરીની બીજી મોટી ઘટનાની વાત કરીએ તો, 2023 માં, અમેરિકામાં એપલના સ્ટોરમાંથી ફિલ્મી સ્ટાઇલમાં ચોરી થઈ હતી. ચોરોએ એપલ સ્ટોર સુધી એક ટનલ ખોદી હતી. આમાં, ચોરોએ 436 આઇફોન ચોરી લીધા હતા, જેની કિંમત લગભગ 4 કરોડ રૂૂપિયા હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ચોરોએ નજીકના કોફી શોપના બાથરૂૂમમાંથી એપલ સ્ટોર સુધી એક ટનલ બનાવી હતી.