WWEના દિગ્ગજ હલ્ક હોગનનું દુ:ખદ નિધન
WWE અને કુસ્તીની દુનિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. હલ્ક હોગન ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સફળ સુપરસ્ટાર્સમાંના એક રહ્યા છે. હલ્કનું 71 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. હલ્કના જવાથી કુસ્તીની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.ધ સનના અહેવાલ મુજબ તેઓ 24 જુલાઈ, ગુરુવારે સવારે ફ્લોરિડાના ક્લિયરવોટર સ્થિત તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.હોગને 1983ના લિન્ડા ક્લેરિજ સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્રી, બ્રુક અને એક પુત્ર નિક છે.
હોગનના કથિત અફેર હોવાની જાણ થતાં ક્લેરિજે આખરે છૂટાછેડા માટે અરજી કરી. બાદમાં હોગને ડિસેમ્બર 2010માં જેનિફર મેકડેનિયલ સાથે લગ્ન કર્યા, પરંતુ તેમના લગ્ન પણ ટકી શક્યા નહીં. હોગને 2022માં સોશિયલ મીડિયા પર શેર કર્યું કે તેમના છૂટાછેડા થઈ ગયા છે. હોગન હવે યોગ પ્રશિક્ષક સ્કાય ડેલી સાથે લગ્ન કરી ચૂક્યા છે. હોગને અભિનેતા કોરીન નેમેકના લગ્ન રિસેપ્શનમાં ડેલીને પ્રપોઝ કર્યા પછી જુલાઈ 2023 માં બંનેની સગાઈ થઈ. તેઓએ 22 સપ્ટેમ્બર, 2023 ના રોજ લગ્ન કર્યા. ડેલી હોગન કરતા 25 વર્ષ નાની છે.