બંધકોને મુક્ત કરવાની માગણી સાથે હજારો ઇઝરાયલીઓ રસ્તા ઉપર
12:44 PM Sep 07, 2024 IST | admin
ગાઝા પટ્ટી પર ઇઝરાયલ- પેલેસ્ટાઇન વચ્ચેના યુધ્ધમાં અનેક લોકો મોતને ભેટયા છે તો લાખો લોકો બેઘર બની ગયા છે. હજુ યુધ્ધ અટકવાના કોઇ એંધાણ જોવા નથી મળી રહ્યા તેવા સમયે હમાસના આતંકવાદીઓ દ્વારા છ બંધકોની હત્યા કરવામાં આવતા ઇઝરયલના લોકોનો રોષ ભભૂકી ઉઠયો છે. લાખો ઇઝરાયલી લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને નૈતન્યાહુની સરકારને સત્વરે યુધ્ધવિરામ કરવા અને બંધકોને મુકત કરાવવા માગણી કરી રહ્યા છે. યુધ્ધના પ્રારંભ સમય એટલે કે 7 ઓકટોબર 2023 થી અનેક ઇઝરાયલીઓને બંધક બનાવવામાં આવ્યા છે અને સમયાંતરે બંધકોને મોતને ઘાટ ઉતારાયા છે. ઇઝરાયલની જનતાનો રોષ સરકાર સામે વધુ ને વધુ આક્રમક બની રહ્યો છે.
Advertisement
Advertisement