For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આકાશમાં કાલે ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે

05:49 PM Oct 05, 2024 IST | Bhumika
આકાશમાં કાલે ડ્રકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે
Advertisement

દુનિયાભરમાં રવિવારથી ચાર દિવસ ઉપરાંત તા.22મી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભૂત નજારો જોવા મળશે. સ્વચ્છ આકાશમાં પ્રારંભે કલાકની 10, ત્યાર બાદ કલાકના 50 થી 100 વધુ ઉલ્કા પડતી જોવા મળશે. ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા રાજયના લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. 7 અને તા. 8 વહેલી પરોઢે આકાશમાં ડૂકોનીક્સ ઉલ્કા વર્ષા પડતી જોવા મળશે. કલાક દીઠ દર મધ્ય-ઉત્તરી અક્ષાશો (45ગ) પરથી જોવામાં આવતા 4 ની નજીક અને ઉષ્ટકટિબંધીય દક્ષિણી સ્થાનો (25જ) પરથી જોવા મળતા 3 ની નજીક અને કલાક દીઠ દરો 11 ની નજીક મધ્ય-ઉત્તરી અક્ષાંશ (45ગ) અને 9 ઉષ્ણકટિબંધીય દક્ષિણી સ્થાનો (25જ) પરથી દેખાય છે. ખગોળી ઘટના નિહાળવામાં ધીરજ રાખવી જરૂૂરી છે. ટ્રેકોનિડ શાવર જેને ગિયાકોબિનિસ પણ કહેવાય છે. અંધકાર પડતાં જ તેનો તેજસ્વી બિંદુ આકાશમાં સૌથી ઊંચો રહે છે.

Advertisement

વિજ્ઞાન જાયાની શાખાઓમાં અને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, હિંમતનગર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, રાજપીપળા, ગોધરા, દાહોદ, પંચમહાલ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિત તાલુકા મથકોએ ઉલ્કા વર્ષા નિહાળવા સંબંધી રસ ધરાવતા મિત્રો માટે જ આયોજન કરવામાં આવ્યું છે.

જાથાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ બાળકો, જીજ્ઞાપુઓ, નાગરિકોને અવકાશ તરફ નજર કરતાં થાય તેનું અભિયાન ચાલી રહ્યું છે.રાજયમાં ઉલ્કા વર્ષા સંબંધી વિશેષ જાણકારી માટે મો. 98252 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement