કેનેડામાં નિજજરની હત્યાના આરોપીઓનો કેસ સીધો સુપ્રીમમાં
કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં ચાર ભારતીય નાગરિકો સામે ડાયરેક્ટ ઇન્ડિક્ટમેન્ટ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે, સરે પ્રાંતીય કોર્ટમાં પ્રાથમિક સુનાવણી અટકાવી દેવામાં આવી છે, અને કેસની સુનાવણી હવે સીધી સુપ્રીમ કોર્ટમાં થશે.
બીસી પ્રોસિક્યુશન સર્વિસના પ્રવક્તાને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી. સીધો આરોપ દાખલ કરવાનો અર્થ એ છે કે કેસમાં કોઈ પ્રાથમિક સુનાવણી થશે નહીં અને કેસ સીધો સુપ્રીમ કોર્ટમાં ટ્રાયલ માટે જશે.
આ પ્રક્રિયામાં આરોપીઓના વકીલોને ફરિયાદ પક્ષના સાક્ષીઓની ઉલટતપાસ કરવાની અને કેસ સામે પુરાવા એકત્રિત કરવાની તક મળતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો, નિજ્જરની કથિત હત્યાના આરોપી વકીલોને સરકારી સાક્ષીઓની ઉલટતપાસ કરવાની તક મળશે નહીં.
ચારેય આરોપી ભારતીય નાગરિક છે. તેમના નામ કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ છે.મે 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પર 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુદ્વારાના પરિસરમાં હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ છે.