જુનથી 28 જુલાઇનો સમયગાળો અતિવિષ્ફોટક અને વિનાશક
મંગળ-કેતુનો સિંહ રાશીમાં પ્રવેશ ભારે વિનાશ ફેલાવશે: ખગોળ આગાહીકાર જયપ્રકાશ માઢકની આગાહી
જાણીતા ખગોળ જયોતિષી અને આગાહીકાર જયપ્રકાશ માઢકે જૂનથી 28 જૂલાઇ વચ્ચેનો આ સમયગાળો અતિવિસ્ફોટક અને વિનાશક બની રહેવાની સંભાવના 29મે 2025ના રોજ દર્શાવી હતી.એ પછી 1લીજૂને યુક્રેને રશિયા પર બીજા વિશ્વ યુધ્ધ વખતે 1941 માં જાપાને અમેરિકાના પર્લ હાર્બર ઉપર કર્યો હતો એવો ભયાનક હુમલો કર્યો હતો. જેમાં રશિયાના પાંચ એરબેઝ,એક પરમાણુ નેવલ બેઈઝ અને 40 બોમ્બર વિમાનો ભડકે બળ્યા હતા. આના બદલા રુપે રશિયા હવે યુક્રેન ઉપરાંત જર્મની, ઈન્ગ્લેન્ડ, ફ્રાન્સ, પોલેન્ડ જેવા યુરોપના અને નાટોના દેશો ઉપર તથા અમેરિકા ઉપર પણ આંતર દ્વિપીય મિસાઈલો વડે ભયંકર વળતા પ્રહારો કરે, વિશ્વમાં પરમાણુ યુધ્ધ ફાટી નીકળે તથા લંડન અને પેરિસ જેવા ભૌતિક સુખના કેન્દ્ર જેવા ગણાતા શહેરો ભવિષ્યમાં ભડકે બળે કે નાશ પામે એવી શક્યતાએ પહેલી જ વાર જયપ્રકાશ માઢકની આગાહી પછી જન્મ લીધો છે.
તેમણે જણાવ્યા પ્રમાણે આગામી ગ્રહ યોગો એવા છે કે હજુ વિશ્વમાં ક્યાંય શાંતિ જણાતી નથી 6 જૂનની મધ્યરાત્રિ બાદ મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ થશે અને ત્યાં ઓલરેડી કેતુ છે જ આ મંગળ અને કેતુ આ બંને ગ્રહો એકઠા થવાના છે. મંગળ પણ અંગારક તરીકે ઓળખાય છે અને કેતુનો સ્વભાવ છે એ મંગળ જેવો જ છે. મંગળ હોટ પ્લેનેટ છે યુદ્ધના દેવતા તરીકે એની નામના છે એ સૈનિક છે સેનાનાયક છે અને બહુ જ વિસ્ફોટ ગ્રહ છે અને મેં કહ્યું એમ કેતુ પણ મંગળવત મનાય છે આમ 7 જૂન 2025 થી અગ્નિ રાશિ સિંહમાં કેતુ મંગળનો અંગારક યોગ થશે જે 28 જુલાઈ સુધી રહેશે આજે 51 દિવસો છે.ઇઝરાયેલ ગાઝા અને લેબેનોનની પરિસ્થિતિ ચાલુ છે બધાને ખબર છે રોજ સાંજ પડે કે સવાર પડે એટલે ઇઝરાયેલ ગાઝા ઉપર હુમલો કરે છે લેબેનાન ઉપર હુમલો કરે છે એ ઈરાનના અણુમથકો ઉપર પર હુમલો કરવા માટે એકદમ તલ પાપડ બની રહ્યું છે તો સામે ઈરાન રશિયા અને ચીનની ધરી પણ ઇઝરાયેલને અને અમેરિકાને દંડ આપવા માટે તત્પર છે.
અમેરિકા ઉપર ક્રોધે ભરાયા અને હમણાં યુરોપે લોંગ રેન્જના મિસાઈલો યુક્રેનને આપવાનો નિર્ણય કર્યો એટલે રશિયા ગિરનાઈ ગયું અને હવે એના ટાર્ગેટમાં યુરોપ અને નાટોના દેશો પણ છે તાઈવાનનો મોર્ચો પણ ગમે ત્યારે ખુલે એમ છે અને ભારતનું પાકિસ્તાન ઉપરનું જે ઓપરેશન સિંદૂર છે એ પણ હજુ માત્ર સ્થગિત થયું છે.જૂન થી 28 જુલાઈ વચ્ચેનો જે આ સમયગાળો છે એ અતિ વિસ્ફોટક અને વિનાશક બની રહેવાની સંભાવના છે આગામી 51 દિવસ એ આખા વિશ્વ માટે ખૂબ જ ખતરનાક સાબિત થવાના છે. મિત્રો એમના મત મુજબ ગ્રહોની એવી દશા છે જેને લઈને આવનારા 51 દિવસમાં વિશ્વમાં ખૂબ જ વિસ્ફોટક જે યુદ્ધો થવાના છે હુમલાઓ થવાના છે એવું આજે જ્યોતિષી કહી રહ્યા છે.
51 દિવસ સુધી નભોમંડળના અર્ધકાળ સર્પયોગ અને કાલ સર્પયોગ મંડરાશે
એ દરમિયાન એક બીજું પણ બને છે કે નભોમંડળમાં અર્ધકાળ સર્પયોગ અને કાળસર્પયોગ સતત રહેશે તો આ 51 દિવસોની જે ગ્રહદશા છે એ દુનિયા માટે અતિ વિસ્ફોટક અને અગ્નિપ્રધાન ઘટનાઓથી ભરપૂર બની દેશ આ 51 દિવસોમાં વિશ્વમાં જે યુદ્ધો ચાલી રહ્યા છે એમાં વધારો થશે અને અતિક્રૂર અને કલ્પનામાં પણ ન આવે એવા વિસ્ફોટો અને હુમલાઓ જોવા મળશે યુરોપ અને રશિયા વચ્ચે મને યુદ્ધના પડગમ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે.