રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એશિયા કપ-2024માં કાલે ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સાથે ટકરાશે

12:33 PM Jul 18, 2024 IST | admin
Advertisement

ટીમ શ્રીલંકા પહોંચી, હરમનપ્રીત કૌર કેપ્ટન

Advertisement

એશિયા કપ 2024માં ભાગ લેવા માટે ભારતીય મહિલા ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. આ વખતે એશિયા કપ શ્રીલંકામાં રમાઈ રહ્યો છે.

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2024માં 19 જુલાઈએ પોતાના અભિયાનની શરૂૂઆત કરશે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ 19 જુલાઈએ પાકિસ્તાન સાથે થશે. ફરી એકવાર ટીમ ઈન્ડિયાની કમાન હરમનપ્રીત કૌરના હાથમાં છે.
શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં કેપ્ટન હરમનપ્રીત કૌર, શ્રેયંકા પાટીલ અને જેમિમાહ રોડ્રિગ્ઝ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયા કપ 2024 માટે ગ્રુપ અમાં રાખવામાં આવી છે. ગ્રુપ-અમાં ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાન, નેપાળ અને દુબઇની ટીમોને રાખવામાં આવી છે. આ સિવાય બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા અને મલેશિયાની ટીમોને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચો રમાશે. એશિયા કપ 2024ની ફાઈનલ મેચ 28મી જુલાઈના રોજ રમાશે.

Tags :
indianwomanSportsSportsNEWSworld
Advertisement
Next Article
Advertisement