ટ્રમ્પની કંપનીની ડિજિટલ ક્ષેત્રે એન્ટ્રી: મોબાઇલ લોંચ કર્યો
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશન હવે મોબાઇલ નેટવર્ક અને સ્માર્ટફોન માર્કેટમાં પ્રવેશી ચૂકી છે. સોમવારે, ટ્રમ્પ પરિવારે ટ્રમ્પ મોબાઇલ નામની એક નવી મોબાઇલ બ્રાન્ડ અને નેટવર્ક સર્વિસ શરૂૂ કરી, જેને અન્ય ટેલિકોમ કંપનીઓના વિકલ્પ તરીકે બતાવવામાં આવી રહી છે.
ટ્રમ્પના મોબાઇલની કિંમત 499 ડોલર એટલે કે લગભગ રૂૂ.43,000 છે. ખાસ વાત તો એ કે, આમાં મંથલી સબ્સ્ક્રિપ્શન પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેની કિંમત 47.45 (લગભગ રૂૂ. 4000) હશે. આ સર્વિસ સપ્ટેમ્બર 2025 થી બજારમાં ઉપલબ્ધ થવાની છે.ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર ખાતે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ યોજના હેઠળ ગ્રાહકને માત્ર મોબાઇલ નેટવર્ક જ નહીં પરંતુ ઘણી અન્ય સુવિધાઓ એકસાથે મળશે. મોબાઈલમાં તમે ડોક્ટર સાથે ઓનલાઈન વાત કરીને તેમની સલાહ લઈ શકો છો. આ સિવાય વાહનો માટે રોડસાઇડ સહાયતા અને 100 દેશોમાં અનલિમિટેડ ટેક્સિ્ંટગ કરી શકાશે.ટ્રમ્પ મોબાઇલના કોલ સેન્ટરો યુએસમાં હશે અને ફોન પણ યુએસમાં બનાવવામાં આવી રહ્યા છે.
જેનાથી તે સંપૂર્ણપણે મેડ ઇન યુએસએ પ્રોડક્ટ બનશે.
ટ્રમ્પ બ્રાન્ડ હવે ફક્ત રિયલ એસ્ટેટ અને હોટલ સુધી મર્યાદિત નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં, ટ્રમ્પ પરિવારે પહેલા ડિજિટલ મીડિયા, ક્રિપ્ટોકરન્સી અને હવે ટેલિકોમ ક્ષેત્રમાં એન્ટ્રી મારી દીધી છે. આ પ્રોજેક્ટ અંગે ઉઝઝખ ઓપરેશન્સે ટ્રમ્પ અને ટી-1 નામ માટે યુએસ ટ્રેડમાર્ક ઓફિસમાં નવી અરજી દાખલ કરી છે. આમાં મોબાઇલ ફોન, ચાર્જર, મોબાઇલ એસેસરીઝ અને વાયરલેસ સેવાઓનો સમાવેશ થાય છે.