For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોડ્ર્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌ પ્રથમ મહિલા ટેસ્ટ મેચ યોજાશે

12:31 PM Aug 24, 2024 IST | admin
લોડ્ર્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌ પ્રથમ મહિલા ટેસ્ટ મેચ યોજાશે

ઇંગ્લેન્ડ વિમેન્સ ટીમ સાથે 2026માં રમશે

Advertisement

લંડન ખાતે આવેલા ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સૌપ્રથમ મહિલા ટેસ્ટ મેચનું આયોજન કરાશે. લોર્ડ્સ પર વિમેન્સ ટેસ્ટ મેચની આ સૌપ્રથમ ઘટના રહેશે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ 2026માં ઈંગ્લેન્ડ વિમેન્સ સામે અહીં એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. તે પૂર્વે જુલાઈ 2025માં ભારત અને ઈંગ્લેન્ડની વિમેન્સ ટીમ વચ્ચે પાંચ ટી20 અને ત્રણ વન-ડે મેચની સિરીઝ યોજાશે તેમ ઈસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના સીઈઓ રિચાર્ડ ગોલ્ડના જણાવ્યા મુજબ, 2026માં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ ફરીથી ઈંગ્લેન્ડ આવશે અને લોર્ડ્સ ખાતે બંને દેશો વચ્ચે પ્રથમ મહિલા ટેસ્ટ મેચ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે જૂન-જુલાઈ 2025માં ત્રણ પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝ પણ યોજાશે અને ત્યારબાદ ત્રણ વન-ડે રમાશે. 28 જૂનના નોટિંગહામ ખાતે પ્રથમ ટી20 રમાશે. બીજી 1લી જુલાઈએ બ્રિસ્ટલમાં, ત્રીજી ટી20 ધ ઓવલમાં 4 જુલાઈએ, ચોથી અને પાંચમી ટી20 મેચ અનુક્રમે 9 અને 12 જુલાઈએ ઓલ્ડ ટ્રેફોર્ડ તથા એજબેસ્ટન ખાતે યોજાશે. આ ઉપરાંત 16થી 22 જુલાઈ વચ્ચે ત્રણ વન-ડે મેચની શ્રેણી પણ યોજાશે. જૂન 1986થી અત્યાર સુધીમાં ભારત ઈંગ્લેન્ડમાં નવ ટેસ્ટ રમ્યું છે. છેલ્લે જૂન 2021માં બ્રિસ્ટલમાં રમાયેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement