For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહિલા એશિયા કપમાં ભારત શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ

01:02 PM Jul 27, 2024 IST | admin
મહિલા એશિયા કપમાં ભારત શ્રીલંકા વચ્ચે રમાશે ફાઇનલ

પાકિસ્તાનની હાર સાથે એશિયા કપમાંથી બહાર

Advertisement

મહિલા એશિયા કપ 2024ની બીજી સેમિફાઇનલ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચે રોમાંચક મેચ જોવા મળી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 141 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં કરી લીધો હતો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે.

શ્રીલંકાની શરૂૂઆત સારી રહી ન હતી અને પાવરપ્લેમાં જ તેણે બે વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન ચમારી અટાપટ્ટુએ તેની શાનદાર ઇનિંગ વડે તેમને રમતમાં પાછા લાવ્યા હતા. છેલ્લી ઓવરમાં શ્રીલંકાએ આ ટાર્ગેટનો પીછો 3 વિકેટના ભોગે કર્યો હતો. હવે ફાઇનલમાં તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત સામે થશે.

Advertisement

ટાર્ગેટનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમે પહેલી જ ઓવરમાં એકપણ રન બનાવ્યા વિના વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાની બોલરોએ ચોથી ઓવરમાં બીજો ઝટકો આપ્યો હતો. આનાથી શ્રીલંકા બેક ફૂટ પર આવી ગયું. પાકિસ્તાને આ મેચ પર સંપૂર્ણ કબજો કરી લીધો હતો. આ પછી ચમરી અટાપટ્ટુએ શ્રીલંકા માટે કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી. તેણે પહેલા કવિશા દિલહારી સાથે ઇનિંગ્સને સંભાળી અને પછી ઝડપથી રન બનાવ્યા. તેણીએ 48 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમી અને 120ના સ્કોર પર આઉટ થઈ ગઈ. જો કે, આ સમય સુધીમાં શ્રીલંકાએ સંપૂર્ણ પુનરાગમન કરી લીધું હતું.

Advertisement
Advertisement
Advertisement