રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ટાઇટેનિકમાં જે દરવાજાના સહારે હિરોઇન બચી ગયેલી એ 6 કરોડમાં વેચાયો!!

01:25 PM Mar 30, 2024 IST | Bhumika
Advertisement

જેમ્સ કેમરુનની 1997માં આવેલી આઇકોનિક ફિલ્મ ‘ટાઇટેનિક’ જોનારાઓને યાદ હશે કે ફિલ્મના અંતે રોઝ એક વુડન દરવાજાના સહારે બચી જાય છે. આ જ દરવાજો તાજેતરમાં પ્લેનેટ હોલીવુડ ઑક્શનમાં 6 કરોડમાં વેચાયો છે. એ વાત નોંધનીય છે કે આ આઇકોનિક પ્લેન્ક કે દરવાજો વર્ષોથી ચર્ચા અને દલીલનો વિષય રહ્યો છે. જેક (લિઓનાર્ડો) રોઝ (કેટ વિન્સલેટ)ને બચાવવા માટે આ વુડન પ્લેન્કનું બલિદાન આપે છે. જોકે મોટા ભાગના લોકોનું કહેવું છે કે આ દરવાજાની સાઇઝ જોતાં જેક અને રોઝ બન્ને આરામથી એમાં ફિટ થઈ શકે એમ હતાં અને બન્ને જણ બચી શક્યાં હોત! આ સંદર્ભે એટલી બધી ઊંડાણમાં ચર્ચા થઈ હતી કે ડિરેક્ટર અને લેખક કેમરુને કહેવું પડ્યું કે આ દરવાજાની સાઇઝ નાની રાખવી જોઈતી હતી.

Advertisement

Tags :
Titanic doorworldWorld News
Advertisement
Next Article
Advertisement