રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

તેલ અવીવમાં આતંકવાદી હૂમલો,8ના મોત, હૂમલાખોર બે શખ્સો પણ ઠાર

05:48 PM Oct 02, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ઈઝરાયેલના તેલ અવીવમાં આતંકી હુમલો થયો છે. અહીં બે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતુ. જેમાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.આ હુમલામાં અનેક જાનહાનિ થયાના અહેવાલો પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલો જાફામાં સ્ટેશન પાસે કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલ પોલીસ દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં બે બંદૂકધારી ટ્રેનમાંથી નીચે ઉતરતા જોવા મળી રહ્યા છે. પોલીસે બંનેને મારી નાખ્યાં છે.આતંકી હુમલો, ઈઝરાયેલના સમય મુજબ સાંજે 7 વાગ્યે થયો હતો. જેમાં જાફા નજીકના સ્ટેશન પર અચાનક ફાયરિંગ શરૂૂ થઈ ગયું હતું. સુરક્ષા દળોને કંઈક સમજાયું ત્યાં સુધીમાં હુમલાખોરો ઘણા લોકોને ઘાયલ કરી ચૂક્યા હતા. બાદમાં આમાંથી 8 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

તેલ અવીવ પર હુમલો કરનાર બંને આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓ ક્યાંથી આવ્યા અને તેમનો ઉદ્દેશ્ય શું હતો.હાલ પોલીસ હર્ઝલિયાની એક હોટલમાં આતંકીઓની તપાસ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે. હજુ પણ વધુ આતંકીઓ ઈઝરાયેલમાં છુપાયેલા હોઈ શકે છે.

ઈઝરાયેલના તેલ અવીવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર અંધાધૂંધ મિસાઈલ છોડી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ મિસાઇલોની સંખ્યા 400થી વધુ હતી. જો કે, ઇઝરાયેલના આયર્ન ડોમે આ તમામ મિસાઇલોનો સામનો કર્યો અને તેમાંથી મોટાભાગની મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

Tags :
IsraelTel Avivterrorist attackworld
Advertisement
Next Article
Advertisement