મધદરિયે તંગદિલી: અમેરિકન જહાજ ઉપર ચીની નૌકાદળનો અંધાધૂંધ ગોળીબાર
યુએસ ડિસ્ટ્રોયર ભાગી છૂટ્યાનો ચીનનો દાવો, ભારે ખળભળાટ
એક તરફ આખું વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધના ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે ત્યારે હવે દુનિયાના બે મોટા અને શક્તિશાળી દેશની સેના દરિયામાં સામસામે ઉતરી આવતા બાકાજીકી બોલી ગઈ હતી. ચીન અને અમેરિકાના દળો વચ્ચે દરિયામાં જામેલા આ યુદ્ધે આખી દુનિયાનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે.
ચીનની દરિયાઈ સેના અને અમેરિકાની દરિયાઇ સેના વચ્ચે ડિસ્ટ્રોયર સ્કારબોરો શોલ ટાપુમાં મામલો બીચકાયો હતો. ચીનની દરિયાઈ સેનાને જેવી ખબર પડી કે અમેરિકાની દરિયાઇ સેના ધીમે ધીમે સ્કારબોરો શોલ ટાપુની હદમાં ઘૂસી રહી છે કે તરત ચીને પહેલા ચેતવણી આપી. ચેતવણી આપવા છતાં પણ અમેરિકાના જહાજે ચેતવણીને અવગણી હતી અને અમેરિકી સેનાએ આ ભૂલ કરતાની સાથેજ ચીને અમેરિકાન દરિયાઈ સેના પર હુમલો કર્યો હતો. આ આખે આખો મામલો દક્ષિણ ચીન સમુદ્રમાં જામ્યો હતો જ્યાં ઇન્ટરનેશનલ સરહદ સ્કારબોરો શોલ ચીનની હદમાં આવે છે અને આજ જગ્યાએ અમેરિકાના સૈનિકો અને ચીનના સૈનિકો વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ અમેરિકન જહાજ યુએસ ડિસ્ટ્રોયર આ સૌથી વ્યસ્ત માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું.
ચીન તરફથી પ્રગટ થયેલ અહેવાલ મુજબ યુએસ ડિસ્ટ્રોયર પર ચીની સેના તરફથી આ ઘૂસણખોરી કરવા બદલ તીવ્ર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં અમેરિકી સેનાએ ભાગવું પડ્યું હતું.