ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ટેરિફથી એટલી આવક થશે કે તમારે આવકવેરો ભરવો નહીં પડે

11:23 AM Apr 17, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂૂર જ નહીં રહે.

Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પે 1800 ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂૂર જ નહીં રહે.

ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.

ટ્રમ્પે દાવો કર્યો કે 1880ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું
કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. 1913માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી 1931-32માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જોકે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.

આવક વિશે સવાલ કરવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ મારા કાર્યકાળ દરમિયાન દરરોજ બે થી ત્રણ અબજ ડોલરની કમાણી કરી હતી. અગાઉ ક્યારેય આટલી આવક થઇ નહોતી. આ સેંકડો અબજ ડોલર વાર્ષિકની વાત છે. હાલમાં મેં આ આવકને અટકાવી દીધી છે કેમ કે આ એક ટ્રાન્ઝિશન છે. થોડીક તો ફ્લેક્સિબિલિટી બતાવવી પડશે.

Tags :
AmericaAmerica newsDonal Trumpincome taxtariffsworldWorld News
Advertisement
Advertisement