ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિદેશમાં બનેલી ફિલ્મો પર ટેરિફ: ટ્રમ્પના ગતકડાં અમેરિકાને જ ભારે પડશે

10:37 AM May 06, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયાનો મહાનતમ દેશ બનાવવાની વાતો કરે છે પણ એ જે પ્રકારનાં પગલાં ભરી રહ્યાં છે એ જોતાં અમેરિકા બુંદ બેસાડી દેશે એવું લાગે છે. ટ્રમ્પ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના મનફાવે એવા તુક્કા અમલી બનાવી રહ્યા છે અને તાજો તુક્કો વિદેશમાં બનેલી ફિલ્મોને નિશાન બનાવીને કરાયેલી ટેરિફની જાહેરાત છે. ડોનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, અમેરિકામાં રિલીઝ થતી વિદેશમાં બનેલી દરેક ફિલ્મ પર 100 ટકા ટેરિફ લાગશે.

Advertisement

ટ્રમ્પે રવિવારે રાત્રે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મૂકીને એલાન કર્યું કે, પોતે અમેરિકાના કૌમર્સ ડિપાર્ટમેન્ટને આ અંગે આદેશ પણ આપી દીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પરની લાંબીલચ્ચક પોસ્ટમાં લખ્યું છે કે, અમેરિકન ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી લુપ્ત થઈ રહ્યો છે કારણ કે અન્ય દેશો ફિલ્મો બનાવવા માટે અનેક પ્રકારની છૂટછાટો અને ઓફરો આપી રહ્યા છે તેથી અમેરિકાના બદલે વિદેશમાં શૂટિંગ થવા માંડયાં છે. તેના કારણે હોલિવૂડ અને અમેરિકન સ્ટુડિયો ખતમ થઈ રહ્યા છે તેથી વિદેશમાં નિર્મિત કોઈ પણ અને તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફ લાદવા આદેશ આપ્યો છે. ટ્રમ્પે વિદેશમાં બનેલી ફિલ્મોને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને કહ્યું છે કે, વિદેશમાં બનેલી ફિલ્મો અમેરિકામાં કુપ્રચાર ફેલાવી શકે છે.

ટ્રમ્પની આ પોસ્ટ ખરેખર બુધ્ધા દેવાળા જેવી છે કેમ કે ટ્રમ્પ વિદેશી ફિલ્મોને ટાર્ગેટ નથી કરી રહ્યા પણ વિદેશમાં બનેલી ફિલ્મોને ટાર્ગેટ કરી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકાની બહાર ફિલ્મો બની રહી છે અને કોઈ નિર્માતા અમેરિકામાં ફિલ્મ બનાવવા માગતો ના હોય તો તેના પર ટેક્સ લાગવો જોઈએ. એ વખતે કોઈને ખબર નહોતી કે, ટ્રમ્પ આ રીતે વિદેશમાં બનનારી ફિલ્મોને ટાર્ગેટ કરીને તેમના પર ટેરિફ લાદી દેશે. ટ્રમ્પની જાહેરાતને કારણે ઘણાં લોકો એવું સમજ્યાં છે કે, ટ્રમ્પ વિદેશી ફિલ્મો પર ટેરિફ લાદી રહ્યા છે પણ વાસ્તવમાં આ ફિલ્મો વિદેશની તો છે જ પણ હોલિવૂડની પણ છે. હોલિવૂડના સ્ટુડિયોમાં કે અમેરિકાનાં લોકેશન પર ફિલ્મોનું નિર્માણ નથી થતું તેનું કારણ એ છે કે, હોલિવૂડના સ્ટુડિયોમાં કે અમેરિકાનાં લોકેશન કરતાં વિદેશમાં શૂટિંગ કરવું સસ્તું પડે છે તેથી સૌથી મોટું કારણ તો અમેરિકામાં થતો ફિલ્મ નિર્માણને તોતિંગ ખર્ચ જ છે. ટ્રમ્પે આ બધાં ગતકડાં કરવાના બદલે હોલિવૂડને પોતાની રીતે મજબૂત થવા દેવો જોઈએ કેમ કે આ પ્રકારનાં પગલાંનાં રીએક્શન્સ પણ આવશે જ.

અમેરિકામાં દર વર્ષે સેંકડો ફિલ્મો બને છે અને તેમનું બજાર ફક્ત અમેરિકા પૂરતું મર્યાદિત નથી. વિશ્વના લગભગ તમામ દેશમાં હોલિવૂડની ફિલ્મો રિલીઝ થાય છે. 2023માં અમેરિકન ફિલ્મોએ વિદેશોમાં 22.6 અબજ ડોલરની કમાણી કરી હતી. ટેરિફ લદાશે તેથી આ કમાણી પર અસર થશે જ.

Tags :
AmericaAmerica newsworldWorld News
Advertisement
Advertisement