બલૂચિસ્તાનમાં પાક. સેના, BLA વચ્ચે યુધ્ધ: 23 સૈનિકો, નવ લડાકુના મોત
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાની સેના અને બલુચ બળવાખોરો વચ્ચે મોટી અથડામણ થઈ છે. વિવિધ અથડામણોમાં 23 પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા છે. બળવાખોર જૂથ બલુચ લિબરેશન આર્મીએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં તેના 9 લડવૈયાઓ માર્યા ગયા છે. બલુચ લિબરેશન આર્મી (ઇકઅ) ના પ્રવક્તા ઝાયેદ બલોચે જૂથ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોની પારા સ્થાન પર એક અથડામણ થઈ હતી, જ્યાં પાકિસ્તાની સેનાને મદદ કરવા માટે તેના કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા ઉતારવા પડ્યા હતા.
BLA પ્રવક્તાએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે 6 જૂને મસ્તુંગના વિસ્તારોમાં પાકિસ્તાની સેના આગળ વધતાં BLA લડવૈયાઓ સાથે અથડામણ શરૂૂ થઈ હતી. સવાર સુધી ચાલુ રહેલી આ અથડામણોમાં, 8 પાકિસ્તાની સેનાના જવાનો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. આ 8 જૂને અન્ય એક અથડામણમાં પાકિસ્તાની સેનાના ઘણા જવાનો માર્યા ગયા. બલુચ પ્રવક્તાએ અન્ય ઘણા વિસ્તારોમાં પણ અથડામણની જાણ કરી છે.બલુચિસ્તાનમાં અલગતાવાદી સશસ્ત્ર જૂથો અને પાકિસ્તાની દળો વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બની છે.
પાકિસ્તાન સેનાએ મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા છે, લડવૈયાઓનો હાથ ઉપર રહ્યો છે. તાજેતરમાં, બલુચિસ્તાનના ઘણા શહેરો પર બલુચિસ્તાન લડવૈયાઓના કબજાના અહેવાલો આવ્યા છે. બલુચિસ્તાન જૂથોની સફળતાથી ગુસ્સે થયેલી સેનાએ પ્રાંતમાં નાગરિકો સામે ક્રૂર અભિયાન શરૂૂ કર્યું છે.
બલુચિસ્તાનમાં ફરી એકવાર નાગરિકોના ગુમ થવાની ઘટનાઓ વધી છે.