અમેરિકામાંથી 5,30,000 શરણાર્થીઓને દેશનિકાલ કરવા સુપ્રીમ કોર્ટની મંજૂરી
ક્યુબા, હૈતી, નિકારાગુઆ તથા વેનેઝુએલાના લોકોને હાંકી કાઢવાના ચૂકાદામાં બે જજો અસહમત
અમેરિકાની સર્વોચ્ચ અદાલતે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ટ્રમ્પ વહીવટીતંત્રને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા શરૂૂ કરાયેલા વિવાદાસ્પદ માનવતાવાદી પેરોલ કાર્યક્રમ હેઠળ યુએસમાં પ્રવેશેલા 5,30,000થી વધુ ક્યુબા, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના શરણાર્થીઓને દેશનિકાલ ફરી શરૂૂ કરવાની મંજૂરી આપી છે.
ઉચ્ચ ન્યાયાલયના સાત ન્યાયાધીશોએ બોસ્ટન ફેડરલ કોર્ટના અગાઉના ચુકાદા પર રોક લગાવી દીધી હતી, જેણે આ શરણાર્થીઓને દૂર કરવા પર રોક લગાવી હતી. આ શરણાર્થીઓને બે વર્ષ સુધી રહેવા અને કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.
આ ચુકાદામાં જસ્ટિસ કેતનજી બ્રાઉન જેક્સને જસ્ટિસ સોનિયા સોટોમેયર સાથે અસહમતીભર્યો અભિપ્રાય આપ્યો હતો. જેક્સને આક્રોશપૂર્વક કહ્યું કે, કોર્ટે આજે આ આકારણીને સ્પષ્ટપણે બગાડી દીધી છે. તે અફર નુકસાનના સંદર્ભમાં સરકાર પાસેથી લગભગ કંઈ જ માંગતી નથી.
બાઈડન દ્વારા નિયુક્ત કરાયેલા આ ન્યાયાધીશે પોતાના કાનૂની દાવાઓ બાકી હોવા છતાં લગભગ અડધા મિલિયન બિન-નાગરિકોના જીવન અને આજીવિકાને અચાનક ઉથલાવી દેવાના વિનાશકારી પરિણામો વિશે પણ ચેતવણી આપી હતી. તેમણે ઉમેર્યું કે, જો સરકાર ગુણદોષ પર જીતવાની શક્યતા ધરાવે તો પણ, આપણી કાનૂની વ્યવસ્થામાં સફળતાને સમય લાગે છે અને સ્ટે ધોરણો અપેક્ષિત વિજય કરતાં વધુ માંગે છે, તેમણે કહ્યું કે બહુમતી ટ્રમ્પ વહીવટીતંત્રને નિર્ણય પહેલાં મહત્તમ નુકસાન પહોંચાડવા મંજૂરી આપી રહી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નિયુક્ત બોસ્ટન યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઈન્દિરા તલવાણીએ ટ્રમ્પને એકતરફી રીતે આ પગલું ભરતા અટકાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે CHNV કાર્યક્રમ હેઠળના શરણાર્થીઓને કેસ-દર-કેસ સમીક્ષાનો અધિકાર છે. જોકે, બોસ્ટન સ્થિત યુએસ ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.