બ્રાઝીલમાં G20 કોન્ફરન્સ પહેલાં સુપ્રીમ કોર્ટ પર આત્મઘાતી હુમલો
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ મુલાકાતે પધારે તે પહેલાં હુમાલથી ખળભળાટ
બુધવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે એક વ્યક્તિએ બોમ્બ વડે પોતાની જાતને ઉડાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બ્રાઝિલમાં જી20 કોન્ફરન્સની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જેમાં વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ટૂંક સમયમાં બ્રાઝિલની મુલાકાતે જવાના છે.
આ ઘટના બુધવારે સાંજે બની હતી, જ્યારે કોર્ટ બિલ્ડિંગ પાસે પાર્કિંગમાં વિસ્ફોટ થયો હતો.
થોડી સેક્ધડો બાદ સુપ્રીમ કોર્ટની સામે બીજો વિસ્ફોટ થયો. તપાસ દરમિયાન સ્થળ પરથી એક માનવ શરીર મળી આવ્યું હતું. વિસ્ફોટો પ્લાઝા ઓફ થ્રી પાવર્સની આસપાસ થયા હતા, જે બ્રાઝિલિયામાં એક પ્રતિકાત્મક ચોરસ છે જે બ્રાઝિલની ફેડરલ સરકારની ત્રણ શાખાઓની મુખ્ય ઇમારતોને જોડે છે. એવું માનવામાં આવે છે કે શંકાસ્પદ આરોપીઓ સુપ્રીમ કોર્ટની ઇમારતને નુકસાન પહોંચાડવા માંગતા હતા. પોલીસે બ્રાઝિલની રાજધાનીના મધ્યમાં આંતરછેદ પર વિસ્ફોટકો શોધનાર રોબોટ સાથે બોમ્બ સ્ક્વોડ તૈનાત કરી છે અને ઘટનાની તપાસ કરી રહી છે.
જ્યારે વિસ્ફોટ થયો ત્યારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમનું પૂર્ણ સત્ર પૂરું કર્યું હતું અને તેમને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, એમ કોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું. ફેડરલ ડિસ્ટ્રિક્ટના વાઈસ ગવર્નર સેલિના લીઓએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે તેના વિસ્ફોટકોને વિસ્ફોટ કર્યો હતો. તેણે કહ્યું કે તેની પાસે એક કાર હતી જેમાં બીજો વિસ્ફોટ થયો હતો. લીઓએ કહ્યું કે તેને આશા છે કે તે પએકલા હુમલાખોરથનું કામ હતું. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.