ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
પાકિસ્તાન મરીને ફરી પોતાના લક્ષણો ઝળકાવ્યા છે. ગુજરાતના દરિયામાંથી પસાર થઇ રહેલી માંગરોળની કાલભૈરવ બોટને ટકકર મારી દેતા બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. જયારે તેમા સવાર માછીમારો પણ ડુબવા લાગ્યા હતા. આ જોઇ પાકિસ્તાન મરીનના સ્ટાફે તુરંત પાણીમાં કુદી જઇ માછીમારોને બચાવી લીધા હતા અને તમામ માછીમારોને મેડીકલ ચેકઅપ કર્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યા હતા.આ ઘટના અંગે વધુ વિગતો એવી છે કે ગઇકાલે મોડી રાત્રે ઓખાની બોટ ગુજરાતના દરીયાકાંઠે પસાર થઇ રહી હતી ત્યારે પાકિસ્તાન મરીનને શંકાસ્પદ બોટ લાગતા તેમનો પીછો કર્યો હતો અને ભારતીય બોટને ટકકર મારતા તે પાણીમાં ગરકાવ થઇ હતી. જયારે આ બોટમાં સવાર ગુજરાતના માછીમારો પણ પાણીમાં ડુબવા લાગ્યા હતા. માછીમારોને ડુબતા જોઇ પાકિસ્તાન મરીનના સ્ટાફ પણ પાણીમાં કુદી ગયા હતા અને તમામ માછીમારોનો જીવ બચાવી લીધો હતો. ત્યારબાદ તમામને મેડીકલ ચેકઅપ કરાવ્યા બાદ આ ઘટના અંગે ભારતીય કોસ્ટગાર્ડને જાણ કરતા કોસ્ટગાર્ડ પણ ત્યા પહોંચી ગઇ હતી અને તમામ માછીમારોને કોસ્ટગાર્ડને સોપી દેવામા આવ્યા હતા.
આ ઘટનામાં જાણવા મળતી વિગત એવી હતી કે પાકિસ્તાન બોટે ટકકર મારતા માંગરોળની કાલભૈરવ નામની બોટે પાણીમાં સમાધી લઇ લીધી હતી. જયારે તેમાં સવાર માછીમારો બચી જતા આજે કોસ્ટગાર્ડ દ્વારા તમામને ઓખા બંદર ખાતે લાવવામાં આવશે. આ ઘટનાથી માછીમારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જયારે આ ઘટના બની ત્યારે માછીમારોએ સેટેલાઇટ ફોનથી કોસ્ટગાર્ડની મદદ માંગવામા આવી હોવાનુ પણ હાલ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી શાંતિ પ્રર્વતિ રહી હતી પરંતુ ફરી ગઇકાલે પાકિસ્તાન મરીને હિંમત બતાવી નાપાક હરકત કરી હતી અને ભારતીય બોટને ટકકર મારી હતી. જો કે તેમા સવાર તમામ માછીમારોને જીવ બચી જતા ભારતીય કોસ્ટગાર્ડની ટીમે રાહતનો શ્ર્વાસ લીધો હતો.
આ ઘટનામાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માંગરોળની કાલભૈરવ બોટ પર ફાયરીંગ કરવામાં આવ્યુ હોવાનુ પણ ચર્ચાઇ રહયુ હતુ. જો કે કોસ્ટગાર્ડે ફાયરીંગની વાત અફવા હોવાનુ જણાવ્યુ હતુ.